આગમાં સળગતા હાથીની તસવીરે જીત્યો ઍવૉર્ડ

સળગતા હાથીની તસવીર
ઇમેજ કૅપ્શન,

સળગતા હાથી અને તેના બાળકની તસવીરે પ્રતિયોગિતા જીતી છે

આગમાં સળગતા હાથી અને તેના મદનિયુંની એક તસવીરે વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી સ્પર્ધા જીતી છે.

આ તસવીર પશ્ચિમ બંગાળના બાંકુડા જિલ્લાની છે જેને ફોટોગ્રાફર બિપલબ હાજરાએ પોતાના કેમેરામાં કેદ કરી હતી.

(ચેતવણીઃ આખી તસવીર નીચે પ્રકાશિત કરવામાં આવી છે. કેટલાક લોકો તેને જોને વિચલિત થઈ શકે છે)

ભારતના પશ્ચિમ બંગાળના બાંકુડામાં લેવામાં આવેલી આ તસવીરમાં એક હાથીનું બચ્ચુ આગની જ્વાળાઓ વચ્ચે લપેટાયેલું જોવા મળી રહ્યું છે.

તે અન્ય હાથી સાથે પોતાનો જીવ બચાવીને ભાગી રહ્યો છે. બિપલબ હાજરાની આ તસવીરને એવોર્ડથી સન્માનિત કરતા સેન્ચ્યુરી મેગેઝીને કહ્યું છે, "આ પ્રકારનું અપમાન... સામાન્ય વાત છે."

બાંકુડા જિલ્લાના જે વિસ્તારમાં આ તસવીર લેવામાં આવી છે ત્યાં હાથીઓ અને લોકો વચ્ચે સંઘર્ષ સામાન્ય બાબત છે. એ ખબર નથી પડી શકતી કે પછી આ હાથીઓનું શું થાય છે.

બાંકુડાથી હાથિઓનાં હુમલામાં લોકોનાં મૃત્યુના સમાચાર પણ આવતા રહે છે.

હાથીઓ માટે નર્ક જેવો માહોલ

ઇમેજ કૅપ્શન,

ફોટોગ્રાફર જણાવે છે કે હાથીઓ માટે અહીં નર્ક જેવો માહોલ છે

તસવીર સાથે આપવામાં આવેલી જાણકારીમાં મેગેઝીને કહ્યું છે કે આ પણ હાથીઓ અને લોકો વચ્ચે સંઘર્ષનો એક મામલો હતો.

તસવીર સાથે જાહેર થયેલી નોટમાં જણાવવામાં આવ્યું કે, વિપલબ હાજરાએ જ્યારે તસવીર લીધી હતી ત્યારે "ચીસ પાડતા પાડતા લોકો હાથીઓ પર આગના ગોળા અને ફટાકડા વરસાવી રહ્યાં હતા."

વિપલબ હાજરા જણાવે છે કે હાથીના બચ્ચું દોડી રહ્યું હતું.

"આ સમજદાર, શાંત અને સામાજિક પ્રાણી સદીઓથી આ ઉપમહાદ્વીપમાં રહે છે પરંતુ તેમની માટે અહીં નર્ક જેવો માહોલ છે." આ તસવીર પર સોશિઅલ મીડિયા પર પણ ખૂબ ચર્ચા થઈ રહી છે.

બાંકુડાના સ્થાનિક મૈનક મજમૂદારે ટિપ્પણી કરી, હાથીઓના ક્ષેત્રને થયેલા નુકસાન માટે ગામ જવાબદાર છે. અહીં હાથીઓ પર હુમલા થઈ રહ્યા છે અને તેમનું શોષણ કરવામાં આવી રહ્યું છે.

પોતાની ટિપ્પણીમાં મજૂમદારે એ પણ કહ્યું કે હાથીઓએ પણ ખૂબ બરબાદી કરી છે.

પાક બગાડ્યો છે, ઘરોને તોડ્યા છે અને માસૂમ લોકોને માર્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો