પ્રેસ રિવ્યૂ : સુરતમાં રાહુલ ગાંધીના પ્રવેશ વખતે 'મોદી-મોદી'નાં સૂત્રો

રાહુલ ગાંધીનો ફોટો Image copyright Getty Images

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સુરતના ફૂલપાંડા વિસ્તારમાં ટેક્સ્ટાઇલ યૂનિટની મુલાકાત લીધી હતી.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ તેઓ જીએસટીની અસરથી પીડિત કાપડના વેપારીઓ અને ઉદ્યોગપતિઓને મળ્યા હતા.

તેઓ જેવી જ રીતે ફેડરેશન ઑફ સુરત ટેક્સ્ટાઇલ ટ્રેડર્સ એસોસિએશન સાથે મીટિંગ કરવા ન્યૂ ટેક્સ્ટાઇલ માર્કેટ વિસ્તાર પહોંચ્યા, ત્યારે ત્યાં હાજર રહેલા લોકોએ 'મોદી-મોદી'ના સૂત્રો લગાડ્યાં હતાં.

તમને આ વાંચવું પણ ગમશે :

જીએસટીના સંદર્ભમાં તેમણે કાપડના વેપારીઓની ફરિયાદ અને વાતો સાંભળી હતી. સુરતમાં રાહુલ ગાંધીની આ મુલાકાત ગુવાહાટી જીએસટી કાઉન્સિલની 10 નવેમ્બરની બેઠક પહેલા યોજવામાં આવી હતી.


દિલ્હીમાં પ્રદૂષણની સ્વાસ્થ્ય પર દિવસમાં 50 સિગારેટ જેટલી અસર

Image copyright Getty Images

દિલ્હી બે-ત્રણ દિવસથી ભીષણ પ્રદૂષણનો ભોગ બની રહ્યું છે.

સંદેશે રજુ કરેલા એક અહેવાલ મુજબ દિલ્હીના કેટલાક વિસ્તારોની હવામાં એટલી હદે ઝેર ભળી ગયું છે કે અત્યારે તે શ્વાસમાં લેવાથી દિવાસમાં 50 સિગારેટ પીવા જેટલી અસર થાય છે.

2015ના અભ્યાસમાં એમ કહેવાયું છે કે દિલ્હીના લગભગ અડધા એટલે કે 44 લાખ બાળકોને ફેફસાં સાથે જોડાયેલી બીમારીનો સામનો કરવો પડી રહ્યો છે અને ક્યારેય તેઓ આ બીમારીમાંથી બહાર આવી શકશે નહીં.

ઉલ્લેખનીય છે કે અમેરિકા જેવો દેશ પણ પ્રદૂષણની અસરથી દૂર નથી. અમેરિકા અને જાપાન ટોચના 10 દેશોમાં સામેલ છે. જ્યાં આધુનિક પ્રદૂષણથી સૌથી મૃત્યુ થાય છે.


દિલ્હી-આગ્રા એક્સપ્રેસ-વે પર ધુમ્મસથી 23 ગાડીઓની ટક્કર

Image copyright Getty Images

ઉત્તર ભારતમાં ધુમ્મસને કારણે વિઝિબિલિટી એકદમ ઘટી ગઈ છે. દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ બુધવારે યુપીના ગૌતમનગરમાં યમુના એક્સ્પ્રેસ-વે પર એક પછી એક 23 ગાડીઓની ટક્કર થઈ હતી.

આ સમગ્ર ઘટનામાં 1 વ્યક્તિનું મોત અને 12 લોકો ઘાયલ થયા હતા.

તે સિવાય ભટિંડામાં રામપુરા-ફૂલા રોડ પર બે બસ વચ્ચે ટક્કર બાદ રોડ પર ઊભેલા વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને એક ઝડપી ગતિથી જતી ટ્રકે કચડી નાખ્યાં હતાં.

જેમાં આશરે 10 વિદ્યાર્થીઓના ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો