પ્રેસ રિવ્યૂ : 'ગુજરાતનો વિરોધ કરવો કોંગ્રેસના DNAમાં જ છે'

નર્સ કાર્ય કરી રહી છે તેની તસવીર Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર પશ્ચિમ બંગાળના બારાસતના સરકારી તબીબે ફેસબૂક પર રાજ્ય સરકારની ટીકા કરતી ફેસબૂક પોસ્ટ લખતાં તેમને સસ્પેન્ડ કરી દેવાયા છે.

અહેવાલ અનુસાર 8મી ઓક્ટૉબરે ડૉ. અરૂણાચલ દત્તા ચૌધરીએ પોસ્ટમાં લખ્યું હતું, "6 ઓક્ટૉબરે મારી ડ્યૂટી હતી. સવારે 9 વાગ્યાથી બીજા દિવસે સવારે 9 વાગ્યા સુધીની ડ્યૂટીમાં દર્દીના એડમિશન અને રેફરલ તથા તેમના મૃત્યુ સંબંધિત જવાબદારી મારા પર હતી."

"આથી 24 કલાક સુધી ડ્યૂટી કર્યા બાદ મારી શું હાલત થઈ હશે?"

"ઘણાં દર્દીઓને તાવ હતો તેમાં ઘણાંને રિપોર્ટમાં ડેન્ગ્યૂ આવ્યો હતો, પણ 500 જેટલા દર્દીઓ હોવાથી હોસ્પિટલના તબીબો પહોંચી શકે એમ ન હતા."

"જિલ્લાના આરોગ્ય બાબતોના અઘિકારીઓ કહે છે કે હોસ્પિટલમાં ડેન્ગ્યૂ મામલે પૂરતી વ્યવસ્થા છે."

"પરંતુ હોસ્પિટલ તંત્ર લાચાર છે અને તેમની પાસે પૂરતો સ્ટાફ નથી. હોસ્પિટલમાં જરૂરી સુવિધાઓ નથી તે વાસ્તવિકતા છુપાવવા કોઈ સૂચના અપાઈ છે અથવા તો પછી આવું કરવાનું દબાણ છે."

એક્સપ્રેસે અહેવાલમાં લખ્યું કે રાજ્યના રાજ્ય કક્ષાના આરોગ્ય પ્રધાન ચંદ્રિમા ભટ્ટાચાર્યે કોઈ ટિપ્પણી કરવાનો ઇન્કાર કરી દીધો હતો.


ગુજરાતનો વિરોધ કોંગ્રેસના DNAમાં છે: સીતારામ

Image copyright Getty Images

સંદેશમાં પ્રકાશિત અહેવાલ અનુસાર અમદાવાદમાં કેન્દ્રિય સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામને એક નિવેદનમાં કહ્યું કે ગુજરાતનો વિરોધ કોંગ્રેસના DNAમાં જ છે.

ભાજપના ચૂંટણી પ્રચાર માટે ગુજરાત આવેલા સીતારામને કહ્યું કે કોંગ્રેસે વિકાસને મજાક બનાવ્યો છે.

તેમે વધુમાં કહ્યું કે ગુજરાતની સરકારે અનેક વખત નર્મદા બંધ મામલે કેન્દ્ર સરકાર પાસે મદદ માગી હતી, પણ કોગ્રેસની સરકારે મદદ ન કરી હતી.

નર્મદા મુદ્દે વાત કરવા માટે કોંગ્રેસ પાસે કંઈ રહ્યું નથી.


અમેરિકામાં આણંદના યુવકની હત્યા

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

સંદેશના અહેવાલ અનુસાર, અમેરિકાના નોર્થ કેરોલીનામાં આવેલી મોટેલમાં લૂંટના ઇરાદે આણંદના યુવકની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી, જ્યારે તેમની સાથે કામ કરતા ત્રણ યુવકો ઘાયલ થયા હતા.

પ્રકાશિત અહેવાલ પ્રમાણે યુવકનું નામ આકાશ છે અને તેઓ છેલ્લા 20 વર્ષથી અમેરિકાના નોર્થ કેરોલીના સ્ટેટના ફ્રેટવીલ ટાઉનમાં મોટેલ ચલાવતા હતા.

શુક્રવારની રાત્રે અજાણ્યા શખ્સો ઘૂસી આવ્યા હતા અને કંઈ વિચારે તે પહેલાં અંધાધૂંધ ગોળીબાર કરતાં આકાશને માથાના ભાગે ગોળી વાગી હતી.

જેથી ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું, જ્યારે સહ-કર્મચારીઓને ઈજા પહોંચી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો