મનીલામાં નરેન્દ્ર મોદીએ પહેરેલા શર્ટની ખાસ વાતો

નરેન્દ્ર મોદી ફિલિપિન્સમાં ડોનાલ્ડ ટ્રંપ સાથે Image copyright TWITTER

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની ડ્રેસિંગ સેન્સને લઈને હંમેશાં ચર્ચામાં રહેતા હોય છે. તેમની કોટી ખાસ કરીને ચર્ચામાં રહે છે.

ફિલિપિન્સ પહોંચેલા નરેન્દ્ર મોદી એક ખાસ પહેરવેશમાં નજરે પડ્યા. 'એપેક' અને 'આસિયાન'ની બેઠકમાં ભાગ લેવા મોદી ફિલિપિન્સ પહોંચ્યા હતા.

નરેન્દ્ર મોદી સાથે બીજા દેશોના વડા પણ આ બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા હતા. આ નેતાઓ પણ કંઇક આવા જ શર્ટમાં જોવા મળ્યા હતા.

Image copyright TWITTER

આ વર્ષે 'આસિયાન'ની પચાસમી વર્ષગાંઠ છે.

જો દુનિયાના દરેક દિગ્ગજ નેતા એક જેવા પહેરવેશમાં હોય તો જરૂરથી તેમાં કંઇક ખાસ હોવું જોઇએ.

હકીકતમાં આ બરોગ તગાલોગ છે. તેને બરોંગ કે બરો પણ કહેવાય છે. આ ફૉર્મલ શર્ટ ફિલિપિન્સના રાષ્ટ્રીય પોશાક તરીકે પણ ઓળખાય છે.

Image copyright TWITTER

ગાલા ડિનર માટે નક્કી કરેલો પરિધાન 'ફિલિપિનિયાના' હતો. એટલે બધા જ મહેમાનોએ ડિઝાઇનર દ્વારા તૈયાર કરાયેલા બરોંગ પહેર્યા હતા.

આ શર્ટ ઘણો જ લાઇટ વેઇટ હોય છે. આ શર્ટને ઇન નથી કરાતો. મતલબ કે તેને પેન્ટની બહાર જ દેખાય તે રીતે પહેરાય છે.

ખાસ વાત એ છે કે ફિલિપિન્સના રાષ્ટ્રપતિ રૈમન મૅગ્સેસેએ આ શર્ટને પ્રસિદ્ધિ અપાવી હતી. તેઓ ઘણાં અંગત અને જાહેર કાર્યક્રમોમાં આ પ્રકારના શર્ટ પહેરતા હતા.

રૈમન મૅગ્સેસેના નામે જ પ્રખ્યાત મૅગ્સેસે અવોર્ડ અપાય છે.

Image copyright TWITTER

'આસિયાન'માં આ શર્ટને લઈને મોટો વિવાદ પણ થઈ ચૂક્યો હતો. વર્ષ 2007માં ઑસ્ટ્રેલિયાના સિડનીમાં યોજાયેલા 'એપેક' શિખર સંમેલનની આયોજન સમિતિની પ્રેસ રિલીઝમાં બરોંગને 'ખેડૂતોનો શર્ટ' કહેવાયો હતો.

જેના પર ફિલિપિન્સની સરકારે સ્પષ્ટતા માંગી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા