કોલકાતામાં લોકોએ જોઈ વિરાટની ઉદારતા

વિરાટનો ફોટો Image copyright Getty Images

ભારતીય ટીમના સુકાની વિરાટ કોહલીએ ઇડન ગાર્ડન સ્ટેડિયમમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન ઉદારતાનો પરિચય આપ્યો હતો.

ભારત અને શ્રીલંકાની ટીમ 16 નવેમ્બરથી ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ ઇડન ગાર્ડનમાં રમવાની છે.

ભારતીય ટીમના સુકાની કોહલી ઇડન ગાર્ડનમાં બેટિંગ પ્રેક્ટિસ કરી રહ્યો છે.

તમને આ પણ વાચવું ગમશે

મોહમ્મદ શમી બોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન કોહલીએ એક બોલ ફટકાર્યો હતો.

Image copyright FACEBOOK//CHARLIESANIMALRESCUECENTRE

આ બોલ નેટને પાર કરી ટેલિવિઝન ટીમના સભ્યનાં માથા પર વાગ્યો હતો.

આ જોતા જ કોહલી પ્રેક્ટિસ સેશન રોકી ટીમના ફિઝિયૉથૅરપિસ્ટને બોલાવી અને ઈજાગ્રસ્ત વ્યક્તિ પાસે પહોંચ્યો.

કોહલીએ આ પહેલાં પણ પોતાની ઉદારતા દર્શાવતા 15 અંધ શ્વાનને દત્તક લીધા હતા.

બેંગલુરુ સ્થિત ચાર્લીઝ એનિમલ રેસ્ક્યૂ સેન્ટરે એપ્રિલમાં સોશિઅલ મીડિયા પર આ વાતની જાણકારી આપી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો