'લોકોના બેડરૂમમાં અત્યારે કેમેરા કેમ ફિટ કરી રહ્યા છો?'

જીગ્નેશ મેવાણી
ફોટો લાઈન તેની (હાર્દિકની) અંગત પળોની એક વિડિઓ કલીપ વાયરલ કરવામાં આવી રહી છે

હાલમાં જ પાટીદાર નેતા હાર્દિક પટેલની અંગત પળોની એક પછી એક એવી ત્રણ કથિત વીડિયો ક્લિપ્સ વાયરલ થઈ.

આ મામલે બીબીસી સાથે ફેસબુક લાઇવમાં વાત કરતા જિગ્નેશ મેવાણીએ તેમની પ્રતિક્રિયા આપી હતી.

મેવાણીએ કહ્યું કે એક સમયે સરકારનું આખે આખું તંત્ર એક 22 વર્ષનાં યુવાનની પાછળ પડ્યું હતું.

તમને આ પણ વાંચવું ગમશે

તેને એકલો પાડી દેવામાં આવ્યો, તેને જેલમાં મોકલવામાં આવ્યો અને અંતે તેને રાજ્ય બહાર પણ મોકલવામાં આવ્યો.

હવે આ બધું ઓછું હતું કે 22 વર્ષથી વિકાસના પોકળ દાવાઓ કર્યા બાદ જ્યારે ચૂંટણીઓ નજીક છે.

ત્યારે તેની (હાર્દિકની) અંગત પળોની એક વીડિયો ક્લીપ વાયરલ કરવામાં આવી રહી છે!


તમારું ચારિત્રહનન થઈ શકે છે?

શું આગામી દિવસોમાં તમારું ચારિત્રહનન થઈ શકે એમ છે?

એવા પ્રશ્નના જવાબમાં જિગ્નેશે કહ્યું, "કોઈ પણ માણસનું ચારિત્રહનન થઈ શકે છે!"

મેવાણીએ પૂછ્યું, "તમે લોકોના બેડરૂમમાં અત્યારે કેમેરા કેમ ફિટ કરી રહ્યા છો?"

મેવાણીએ ઉમેર્યું કે ગુજરાતની સાડા-છ કરોડ જનતાએ આ વિશે વિચારવાની જરૂર છે.

તમે તમારી પત્નીને કે ગર્લફ્રેન્ડને લઈને કોઈ રિસોર્ટમાં કે કોઈ હોટેલમાં કે રેસ્ટોરાંમાં જશો.

ત્યાં રોકાશો તો શું ગેરેન્ટી કે ત્યાં કેમેરા ફિટ નહિ કરેલા હોય?

આ ગુજરાત મોડેલ જોઈએ છે આપણે? આ તો ભયાનક મોડેલ છે, પારાવાર નબળી કક્ષાનું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો