સોનું બનાવવાના રાહુલના વીડિયોનું સત્ય શું છે?

રાહુલ ગાંધી Image copyright OFFICEOFRG
ફોટો લાઈન ગુજરાતમાં રાહુલ ગાંધી સતત મોદીને નિશાન બનાવી રહ્યા છે

ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરી રહેલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનો એક વીડિયો સામે આવ્યો છે.

એ વીડિયોમાં રાહુલ ગાંધી કહી રહ્યા છે, "એવું મશીન લગાવીશ, આ બાજુથી બટાકું જશે અને બીજી બાજુથી સોનું નીકળશે."

"એટલા પૈસા બનશે કે તમને ખબર પણ નહીં પડે કે આટલા પૈસાનું શું કરવું."

આ વીડિયો રાહુલ ગાંધીએ ગુજરાતના પાટણમાં એક ચૂંટણી સભામાં આપેલા ભાષણનો છે.

જો કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં રાહુલ ગાંધીનું પુરું ભાષણ દર્શાવવામાં આવ્યું નથી.

આ વીડિયોનું એક બીજું વર્ઝન પણ છે જેમાં તેમનું પુરું નિવેદન છે.

રાહુલ ગાંધીએ ખરેખર આવું કહ્યું હતું, "બટાકાના ખેડૂતોને કહ્યું કે એવી મશીન લગાવીશ કે આ બાજુથી બટાકું જશે અને બીજી બાજુથી સોનું નીકળશે."

"આ બાજુથી બટાકું નાખો અને બીજી બાજુથી સોનું કાઢો."

"એટલા પૈસા બનશે કે તમને ખબર પણ નહીં પડે કે આટલા પૈસાનું શું કરવું. આ મારા શબ્દો નથી, નરેન્દ્ર મોદીના શબ્દો છે."

જોકે, રાહુલ ગાંધીનાં આ અધૂરા નિવેદન પર સોશિઅલ મીડિયા પર લોકો મજા લઈ રહ્યા છે.

ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ બટાકામાંથી સોના બનવાના આ રાસાયણિક સમીકરણને ટ્વીટ કર્યું છે.

પરંતુ સંબિતના આ ટ્વીટ પર જવાબ આપતા રવિ ગારિયાએ લખ્યું, "ગેરમાર્ગે દોરો પરંતુ અભણ લોકોને."

તો અભીજીત મુંજાલે જવાબ આપ્યો, "મહાભારતમાં કહેવામાં આવ્યું હતું કે અશ્વથામા માર્યો ગયો છે પરંતુ હાથી."

"આ હાલ ભાજપાવાળાનો છે. અધૂરી વાત પર હસી લો જેટલું હસવું હોય એટલું. આ બહેરા રાહુલ ગાંધી પર નહીં ખુદ પર હસી રહ્યા છે."

કે. કે. કુમારે સંબિત પાત્રાને સલાહ આપતા કહ્યું, "હવે બટાકા પર જીએસટી વધારી દો એ મોટો ઉદ્યોગ બનાવાનો છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો