'રાહુલના કારણે બટેટા અને સોનાનો ભાવ વધ્યો'

રાહુલ ગાંધીનો ફોટો Image copyright Getty Images

ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરી રહેલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનો એક વીડિયો સામે આવ્યો છે.

એ વીડિયોમાં રાહુલ ગાંધી કહી રહ્યા છે, "એવું મશીન લગાવીશ, એક બાજુથી બટાકું જશે અને બીજી બાજુથી સોનું નીકળશે."

"એટલા પૈસા બનશે કે તમને ખબર પણ નહીં પડે કે આટલા પૈસાનું શું કરવું."

તમને આ પણ વાંચવું ગમશે

આ વીડિયો રાહુલ ગાંધીએ ગુજરાતના પાટણમાં એક ચૂંટણી સભામાં આપેલા ભાષણનો છે.

જો કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં રાહુલ ગાંધીનું પુરું ભાષણ દર્શાવવામાં આવ્યું નથી.

આ વીડિયોનું એક બીજું વર્ઝન પણ છે જેમાં તેમનું પુરું નિવેદન છે. જેમાં રાહુલ ગાંધી આ વાત મોદીએ કહી છે એવું કહેતા નજરે પડે છે.

પરંતુ સોશિઅલ મીડિયા પર આ વીડિયોને લીધે ઘમાસાણ થયું.


રાહુલ ગાંધીના નિવેદન પર લોકોનો પ્રતિભાવ

ટ્વિટર પર ખુશમટ્વીટ નામનાં યૂઝરે જણાવ્યું, ''બીજા લોકો એમ કહે કે દુધ માંગો તો ખીર આપીશું પરંતુ રાહુલ ગાંધીના કહેવા પ્રમાણે બટાકું માંગો તો સોનું આપીશું.''

જયદિપ નામનાં યૂઝરે આ અંગે જણાવ્યું કે તમારી પાસે કોઈ એવું મશીન છે જે પ્રદૂષણયુક્ત હવાને શુદ્ધ કરે. જો તમારી પાસે હોય તો અરવિંદ કેજરીવાલને આપજો.

વધુમાં એમ કહ્યું કે આ નવી શોધ બટાકું અને સોનાના મશીન કરતા વધારે સફળ રહેશે.

Image copyright Twitter

નીતિન નામના યૂઝરે જણાવ્યું, ''જેટલી વખત રાહુલ ગાંધી બોલે છે, તેઓ કોંગ્રેસના 1000 વોટ ગુમાવે છે. પરોક્ષ રીતે તેઓ ભાજપના મત વધારી રહ્યા છે.''

ગૌરવ નામના યૂઝરે રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા જણાવ્યું કે રાહુલ ગાંધીએ બટાકામાંથી સોનું બનાવવાનું મશીન બનાવ્યા બાદ બટેટાની કિંમતમાં પ્રતિ કિલો 29645 રૂપિયાનો જંગી વધારો આવ્યો છે.

રાકેશ મિશ્રા નામના યૂઝર રાહુલ ગાંધીને સલાહ આપતા જણાવે છે કે કોંગ્રેસે ગત ચૂંટણીમાં રાહુલ ગાંધી વાવાઝોડું ગણાવ્યા હતા.

પરંતુ સફળ ન રહ્યાં. હવે આ નવો નારો જુઓ, બટાકામાંથી નીકળે સોના-ચાંદી, આ વખતે રાહુલ ગાંધી.

અમર કુમાર રાઈ નામનાં યૂઝરે રાહુલ ગાંધી પર આક્ષેપ લાગવ્યો કે તેમના કારણે બટાકા અને સોનાનો ભાવ વધ્યો છે.

Image copyright Twitter

અમૂક લોકોએ રાહુલને શ્રેષ્ઠ નેતા ગણાવ્યા

અમેય તિરોડકરે રાહુલ ગાંધીનો બચાવ કરતા કહ્યું કે બટાકા અને સોના પરની ટિપ્પણી અંગેનો ઓરિજનલ વીડિયો પર મોજૂદ છે. રાહુલ ગાંધી મોદીના નિવેદનની વાત કરી રહ્યા હતા.

ફોટોશોપ અને ખોટી માહિતીનો જમાનો ગયો.

બાપાલાલ સાણંદ નામના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરાયું કે આ વાત મોદીએ કહી હતી રાહુલે નહીં.

વીથ રાહુલ ગાંધી નામના ટ્વિટર પરથી ટ્વિટ કરવામાં આવ્યું છે કે બટાકમાંથી સોનું નીકળવાના સત્યનો લોકો સુધી પહોંચાડવું છે. રાહુલ ગાંધીના નિવેદનને એડિટ કરીને વાયરલ કરવામાં આવી રહ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો