પ્રેસ રિવ્યૂ: અમદાવાદને સ્વચ્છ શહેરનો ક્રમ અપાવવા AMCની કવાયત

અમદાવાદના નહેરુ બ્રિજની પ્રતીકાત્મક તસવીર Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ, અમદાવાદ શહેરમાં પહેલી જ વખત 48 બ્રિજની કોર્પોરેશન દ્વારા સફાઈ કરવામાં આવી હતી.

અહેવાલ મુજબ, જાન્યુઆરી-2018માં યોજાનાર સ્વચ્છતા સર્વેક્ષણમાં ટોપ-ટેનમાં આવવા માટે બુધવારે અને ગુરુવારે મધરાતે 'વૉશ આઉટ ડ્રાઇવ' કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કરમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે બ્રિજના સફાઈથી અંદાજે 8 થી 10 ટન માટી ઉલેચવામાં આવી હતી.

સંદેશના અહેવાલ મુજબ, આ સફાઈ અભિયાન સાથે ભારતભરના શહેરોમાં અમદાવાદ મ્યુનિસિપાલિટીએ એક વિક્રમ સ્થાપ્યો છે.


'GSTમાં બિંદી, સિંદૂરને માફી તો સેનેટરી નેપકિન્સ કેમ નહીં?'

Image copyright Getty Images

સંદેશમાં પ્રકાશિત અહેવાલ મુજબ, દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને પ્રશ્ન પૂછયો હતો કે સરકારે બિંદી, સિંદૂર કે કાજલને જો જીએસટીમાં માફી આપી હોય તો સેનિટરી નેપકિન્સને કેમ નહીં?

વધુમાં અહેવાલમાં કહેવાયું છે કે હાઈકોર્ટની બેન્ચે ૩૧ સભ્યોની જીએસટી કાઉન્સિલમાં એકપણ મહિલા સભ્ય નહીં હોવા અંગે પણ નારાજગી વ્યક્ત કરી હતી.

આ અહેવાલ મુજબ બેન્ચે કહ્યું હતું કે આ અંગે કોઈ નિર્ણય લેતાં પહેલાં શું મહિલા અને બાળવિકાસ મંત્રાલય સાથે ચર્ચા કરાઈ હતી? કે સરકારને ફક્ત આયાત અને નિકાસ ડ્યૂટી ઉઘરાવવામાં જ રસ છે?


મોદી હજુ પણ લોકપ્રિય નેતા: અમેરિકાનો સર્વે

Image copyright Getty Images

નવગુજરાત સમયમાં પ્રકાશિત અહેવાલ મુજબ, અમેરિકાના રિસર્ચ સેન્ટર પ્યૂ રિસર્ચે કરેલા સર્વે મુજબ ભારતની રાજનીતિમાં આજે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી લોકપ્રિય ચહેરો છે.

અહેવાલ મુજબ, ભારતમાં 2464 લોકોના અભિપ્રાય લઈને આ સર્વે કરવામાં આવ્યો હતો. લોકપ્રિયતાના મામલે પીએમ મોદીને 88 ટકા લોકોએ પસંદ કર્યા છે.

ગુજરાત સમાચારના અહેવાલ મુજબ, બીજા ક્રમે રાહુલ, ત્રીજા અને ચોથા ક્રમે સોનિયા ગાંધી અને અરવિંદ કેજરીવાલ છે.

આ અહેવાલ મુજબ, પ્યૂ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ઉત્તર ભારતમાં મોદીની લોકપ્રિયતા હતી તેટલી જ છે. પરંતુ અન્ય પ્રાંતો જેમ કે પશ્ચિમ અને દક્ષિણમાં વધી હોવાનું જણાવાયું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો