પ્રેસ રિવ્યૂ : ફુટબૉલરમાંથી ઉગ્રવાદી બનેલા માજિદે માતાની અપીલ બાદ આત્મસમર્પણ કર્યું

મજિદની તસવીર Image copyright Getty Images
ફોટો લાઈન માજિદ અરશિદ

એનડીટીવીના અહેવાલ અનુસાર ફૂટબૉલરમાંથી આતંકી બની ગયેલા માજિદ અરશદનું તેની માતાની ભાવુક અપીલથી હૃદય પીગળતા તેણે આત્સસમર્પણ કરી દીધું છે.

માજિદની રાઇફલ સાથેની તસવીર સોશિઅલ મીડિયામાં ચર્ચાનો વિષય બની હતી. અહેવાલ અનુસાર તે આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબામાં જોડાઈ ગયો હતો.

પરંતુ તેની માતાએ ગુરૂવારના રોજ મીડિયાના માધ્યમથી એક અપીલમાં માજિદને ઘરે પરત આવી જવા કહ્યું.

કથિત વીડિયોમાં મજિદની માતા કહે છે, "પરત આવી જા અને અમારા જીવ લઈ લે પછી તું પરત જતો રહેજે. તે મને કોના માટે છોડી દીધી?"

તમને આ વાંચવું પણ ગમશે :

માજિદ આતંકી સંગઠનમાં જોડાઈ જતા તેના પરિવારજન અને મિત્રો ઘણા જ ચિંતિત હતા. અહેવાલો અનુસાર માજિદ તેના એક મિત્રના અંતિમસંસ્કારમાં ભાગ લીધા બાદ આતંકી સંગઠનમાં સામેલ થઈ ગયો હતો.

આ મિત્ર એક ઉગ્રવાદી હતો અને પોલીસ સાથેની અથડામણમાં તેનું મૃત્યુ થયું હતું.

બીજી તરફ નવ ભારત ટાઈમ્સના અહેવાલ મુજબ જમ્મુ-કાશ્મીરના ડીજીપીએ તમામ માતાઓને અપીલ કરી છે તેઓ પણ તેમના પરિવારજન કે દીકરાઓને હિંસાનો માર્ગ છોડી દેવા વિંનતી કરે.

તેમણે ટ્વીટ કર્યું,"મારી પ્રાથર્ના છે કે આ બાબતે વિચાર કરવામાં આવે અને તમમા માતા જેમના દીકરાઓએ બંદૂક ઉઠાવી છે તેમને તે અપીલ કરે તેઓ હિંસાનો માર્ગ છોડી ઘરે પાછા આવી જાય."


પદ્માવતી મુદ્દે થરૂરને સ્મૃતિ ઈરાનીનો કટાક્ષ

Image copyright Getty Images

‘દિવ્ય ભાસ્કર’માં પ્રકાશિત અહેવાલ મુજબ સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતી મામલે હવે કોંગ્રેસી નેતા શશી થરૂર અને ભાજપની કેન્દ્ર સરકારમાં મંત્રી સ્મૃતિ ઈરાની વચ્ચે વાકયુધ્ધ છેડાયું.

અગાઉ થરૂરે ટ્વીટ કર્યું હતું કે જે મહારાજાઓ ફિલ્મનો વિરોધ કરે છે, તે જ મહારાજાઓ અંગ્રેજોના હુમલા વખતે ભાગી ગયા હતા.

થરૂરે ફિલ્મનો વિરોધ કરતા રાજપૂતોની ટીકા કરી હતી. પરંતુ બાદમાં હવે તેમણે સૂર બદલ્યો છે. જેમાં તેમણે કહ્યું કે રાજપૂતોની લાગણીએ સરકારે સન્માન આપવું જોઈએ.

જેથી સ્મૃતિ ઈરાનીએ આ મામલે ટ્વીટ કર્યું, "શું બધા મહારાજાએ બ્રિટિશરો સામે ઘૂંટણ ટેકવી દીધા હતા. શશી થરૂરની આ ટિપ્પણી પર જ્યોતિરાદિત્ય સિંધિયા,ગિગ્ગી રાજા, અમરિન્દરસિંહ શું કહેશે?"


અનામત મુદ્દે કોંગ્રેસને PAASનું 24 કલાકનું અલ્ટિમેટમ

Image copyright Getty Images

સંદેશના અહેવાલ અનુસાર અનામત મુદ્દે સ્પષ્ટતા કરવા કોંગ્રેસને પાટીદાર અનામત ઓંદોલન સમિતિ (PAAS)ના આગેવાનોએ 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે.

અહેવાલ અનુસાર પાટીદાર આંદોલન સમિતિના આગેવાનોને શુક્રવારે કોંગ્રેસે અનામત મુદ્દે ચર્ચા કરવા દિલ્હી બોલાવ્યા હતા, જો કે કોંગ્રેસે પાટીદારોને અનામત મુદ્દે બેઠકમાં બોલાવ્યા જ ન હતા.

જેને લઈ 'પાસ' 'ટીમના આગેવાનોએ એવું નિવેદન આપ્યું હતું કે, કોંગ્રેસે પાટીદાર સમાજ સાથે મજાક કરી છે, એ સાથે જ કોંગ્રેસને બેઠક માટે 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે.

તેમણે ઉમેર્યું કે જો 24 કલાકમાં કોંગ્રેસ તેમની સાથે બેઠક નહીં કરે તો વાતચીતનો અંત આવશે.

દિલ્હીમાં પાસ ટીમ વતી દિનેશ બાંભણિયાએ મીડિયા સમક્ષ અકળાઈને એમ પણ કહ્યું કે જો કોંગ્રેસ સ્પષ્ટતા નહીં કરે તો ચૂંટણીમાં તેનો વિરોધ કરવામાં આવશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો