પ્રેસ રિવ્યૂ : મૂડીઝના રેટિંગ છતાં અર્થતંત્ર સામે પડકારો યથાવત હોવાનો મનમોહન સિંહનો મત

મનમોહન સિંહની તસવીર Image copyright Getty Images

સંદેશના અહેવાલ અનુસાર ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે મૂડીઝના રેટિંગ છતાં અર્થતંત્ર હજી સમસ્યાથી મુક્ત નથી થયું હોવાનો મત વ્યક્ત કર્યો છે.

મનમોહન સિંહે કહ્યું, "અર્થતંત્ર સમસ્યાઓમાંથી બહાર આવી ગયું છે તેવી ખોટી માન્યતમાં સરકારે ભરમાઈ જવું નહીં."

મને આનંદ છે કે મૂડીઝે ભારતનું રેટિંગ વધાર્યું છે પરંતુ આપણે ખુશ થઈ જવાની જરૂર નથી. મને લાગે છે કે, આપણું અર્થતંત્ર સમસ્યાઓમાંથી બહાર આવી ગયું છે તેવી ખોટી માન્યતાથી ભરમાઈ જવાની જરૂર નથી.

તમને આ વાંચવું પણ ગમશે:

અહેવાલ અનુસાર માઈક્રોનિમક્સ ડેવલપમેનટ્સ ઈન ઈન્ડિયા પર રાષ્ટ્રીય સેમિનારને સંબોધન કરતાં પૂર્વ વડાપ્રધાને જણાવ્યું,"

"સરકાર કહે છે કે તે દેશનાં અર્થતંત્રનો વૃદ્ધિદર 7થી 10 ટકા પર લઈ જવા માગે છે, પરંતુ તે માટે અર્થતંત્રને આગળ વધારવા મજબૂત અને હેતપૂર્વકનાં માર્ગદર્શનની જરૂર છે."

"ક્રૂડ તેલની વધી રહેલી કિંમતો આર્થિક વ્યવસ્થાને નુકશાન પહોંચાડશે."


ગુજરાત ચૂંટણી : ટિકિટ વહેંચણી મુદ્દે ભાજપમાં ભડકો

Image copyright Getty Images

દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત અહેવાલ મુજબ ભાજપમાં ટિકિટ વહેંચણીને લઈને ઉમેદવારોમાં અસંતોષને પગલે આંતરિક ભજકો પ્રકાશમાં આવ્યો છે.

અહેવાલ અનુસાર પાર્ટીના દિગ્ગજ નેતા આઈકે જાડેજાને વઢવાણની ટિકિટ નહીં અપાતા તેમના સમર્થકો નારાજ થયા હતા. જેમાં જાડેજાના સમર્થકોએ ભાજપના મુખ્યાલય કમલમમાં હોબાળો મચાવ્યો હતો.

જ્યારે બીજી તરફ કોડીનાર બેઠક માટે સંસદીય સચિવ જેઠા સોલંકીની બાદબાકી થતા તેમણે રાજીનામું આપી દીધું હતું. તદુપરાંત ચોટીલા બેઠક માટે શામજી ચૌહોણે શક્તિપ્રદર્શન યોજ્યું હતું.

સમગ્ર ઘટના બાબતે પ્રતિક્રિયા આપતા જાડેજાએ કહ્યું,"મારા સમર્થકોની ઈચ્છા હતી કે મનો વઢવાણની ટિકિટ આપવામાં આવે. જો કે બહારના ઉમેદવારને ટિકિટ અપાતા સમર્થકો નારાજ છે."

વળી તેમણે ખાતરી પણ આપી કે તેમના કાર્યકર્તાઓ ભાજપમાં જ રહેશે.

દરમિયાન ભાસ્કરના જ એક અન્ય અહેવાલ મુજબ સ્થાનિક કાર્યકર્તાઓની આ પ્રકારની અસંતોષની લાગણી વધુ પ્રસરે નહીં તે માટે અમિત શાહે એક બેઠક યોજી હતી.

ભાજપે હજી 70થી વધુ બેઠકો પર ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. જેને ધ્યાને લઈને ટિકિટ વાંચ્છુંઓની રજૂઆત સાંભળી હતી અને તેમનો રોષ થાળે પાડ્યો હતો.


મુંબઈમાં પૂર્વ મૉડલનો પતિ પર લવ જેહાદનો આરોપ

Image copyright Getty Images

એનડીટીવીમાં પ્રકાશિત અહેવાલ મુજબ મુંબઈમાં એક ભૂતપૂર્વ મૉડલે તેમના પતિ પર જબરજસ્તી ધર્મ પરિવર્તન કરાવવાનો આરોપ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

પૂર્વ મૉડલ રશ્મી શહબાજકરનું કહેવું છે કે, તેનો મુસ્લિમ પતિ લવ-જેહાદ માટે આવું કરી રહ્યો છે.

મૉડલનું એવુ પણ કહેવું છે કે, જ્યારે તેણે આ વાત માટે ના પાડી તો તેને બે વાર ઝેર આપવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

અહેવાલ અનુસાર તેના પતિએ હવે બીજી હિન્દુ છોકરી સાથે લગ્ન કરી લીધા છે અને તેનો પણ ધર્મ બદલાવી રહ્યો છે. પોલીસે આ કેસમાં 2 લોકો સામે ફરિયાદ દાખલ કરી છે.

તેણે ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે તેના પતિ આસિફે પહેલાં તેનું જીવન બરબાદ કર્યું અને હવે તે બીજી હિંદુ છોકરી સાથે પ્રેમનું નાટક કરીને તેનો પણ ધર્મ બદલાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે.

તેની પાસે આ વિશેનો પુરાવો પણ છે. તેનો પતિ આ બધુ જ લવ-જેહાદ માટે કરી રહ્યો છે એવા ગંભીર આક્ષેપ તેણે પતિ પર લગાવ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો