હેરિટેજ વૉક - ચાલો અમદાવાદનો વારસો સમજીએ
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

૧૯ થી રપ નવેમ્બર દરમિયાન વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી

વિશ્વભરમાં ૧૯ થી રપ નવેમ્બર દરમિયાન વર્લ્ડ હેરિટેજ વીકની ઊજવણી થાય છે.

આ ઊજવણી આપણા માટે વધારે ખાસ છે કારણ કે યુનેસ્કોએ આ વર્ષે જ અમદાવાદને દેશનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કર્યું છે.

શું આપ જાણો છો કે આ ભવ્ય વારસાને તમે ચાલીને માણી શકો છો?

અમદાવાદની જૂની પોળો, તેનો ઇતિહાસ, તેનું સ્થાપત્ય, જૂની રહેણી-કરણી અને હેરિટેજનો મહિમા સમજાવવા છેલ્લા 17 વર્ષથી અહીં દરરોજ સવારે હેરિટેજ વૉક થાય છે.

આ હેરિટેજ વૉક નથી, એક અનુભવ છે. શક્ય છે કે, આ વૉકમાં તમને ચાલતા ચાલતા જ આ શહેર સાથે પ્રેમ થઈ જાય.

આ વૉકની શરૂઆત કાળુપુરનાં સ્વામિનારાયણ મંદિરથી થાય છે અને જુમ્મા મસ્જિદે પૂર્ણ થાય છે. દોઢ થી બે કિલોમીટરના અંતરમાં ફર્નાન્ડિસ બ્રીજ, કલાત્મક ચબૂતરો, જૂનાં મકાનો, પોળ, ઓળ, માણેક ચોક, બાદશાહ અને રાણીના હજીરા વિશે જાણકારી આપવામાં આવે છે.

આ વૉકના સાક્ષી બન્યા બીબીસી ગુજરાતીના સંવાદદાતા અર્ચના પુષ્પેંદ્ર અને શૂટ એડિટ પવન જયસ્વાલ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો