પ્રેસ રિવ્યૂ: સબસલામતના સરકારી દાવા પોકળ, આધારની માહિતી જાહેર

આધાર કાર્ડ Image copyright Getty Images

નવગુજરાત સમયના અહેવાલ મુજબ આધાર નંબર આપનારી એજન્સી યુનિક આઇડેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયા(UIDAI)એ કહ્યું છે કે 210 વેબસાઇટ પર કેટલાક આધાર નંબર ધરાવતા લોકોનાં નામ અને એડ્રેસ જેવી માહિતી જાહેર કરી દેવાઈ હતી.

અહેવાલ મુજબ એક આરટીઆઈના જવાબમાં બહાર આવ્યું છે કે નિયમના આ ભંગ અંગે તેણે પગલાં લીધા છે અને માહિતી હટાવી દેવામાં આવી છે.

દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ ડેટા ક્યારે લીક થયો એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી.

સંદેશમાં પ્રકાશિત અહેવાલ મુજબ એજન્સીએ કહ્યું છે કે સુરક્ષા અંગેનું ઓડિટ નિયમિતપણે ચાલી રહ્યું છે.

તમને આ પણ વાંચવું ગમશે


કોંગ્રેસની પ્રથમ યાદી બાદ તોડફોડ

Image copyright Getty Images

દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ કોંગ્રેસે પૂછ્યા વિના પાસ કન્વીનરોને ટિકિટ આપતા પાસના કાર્યકર્તાઓ વિવિધ શહેરોમાં તોડફોડ કરી.

અહેવાલ મુજબ દિનેશ બાંભણિયા મોડી રાત્રે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીને મળવા પહોંચ્યા હતા. પરંતુ મુલાકાત ન થતા ત્યાં પણ હોબાળો થયો હતો.

આ અહેવાલમાં લખવામાં આવ્યું છે કે મોડી રાત્રે કોંગ્રેસનાં પ્રદેશ કાર્યાલયને પણ બંધ કરવામાં આવ્યું હતું. અને સુરક્ષા વધારવામાં આવી હતી.

નવગુજરાત સમયના અહેવાલ મુજબ જો આ ટિકિટ રદ નહીં થાય તો પાસે કોંગ્રેસને હરાવવાની ધમકી આપી છે.


પદ્માવતીની રિલીઝ ઠેલાઈ

Image copyright Getty Images

નવગુજરાત સમયના અહેવાલ મુજબ પદ્માવતીની ફિલ્મ નિર્માતા કંપની વાયાકોમ18 મોશન પિક્ચર્સના પ્રવક્તાએ જાહેરાત કરી હતી કે ફિલ્મની રિલીઝ ઠેલવાનો નિર્ણય 'સ્વૈચ્છિક રીતે' લેવામાં આવ્યો છે.

આ અહેવાલ મુજબ હરિયાણા ભાજપના મુખ્ય મીડિયા કો-ઓર્ડિનેટર સુરજપાલ અમુએ દીપિકા પાદુકોણનાં માથા પર ૧૦ કરોડ રૂપિયાના ઇનામની જાહેરાત કરી છે.

સંદેશમાં પ્રકાશિત અહેવાલ મુજબ કરણી સેનાના રાજસ્થાન એકમના વડાને પાકિસ્તાનથી ફોન આવ્યો હતો.

આ અહેવાલ મુજબ તેમને પદ્માવતી ફિલ્મનો વિરોધ બંધ નહીં કરે તો મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો