હાર્દિક પટેલે કોંગ્રેસની અનામત અંગેની ફોર્મ્યુલાને આપી લીલીઝંડી

હાર્દિક પટેલ Image copyright Getty Images

હાર્દિક પટેલે અંતે કોંગ્રેસે આપેલી અનામતની ફોર્મ્યુલા સ્વીકારી લીધી છે.

છેલ્લા ઘણા દિવસોથી કોંગ્રેસ અને પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS) વચ્ચે અનામત અંગે વાતચીત ચાલી રહી હતી.

તમને આ પણ વાંચવું ગમશે

ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના કહેવા પ્રમાણે, હાર્દિકે કોંગ્રેસની સ્ક્રિપ્ટ વાચી છે.

ગુજરાતમાં કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોતના કહેવા પ્રમાણે, આ અંગે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિર્ણય લેવાનો છે, આર્થિક રીતે પછાત સમાજના દરેક વર્ગને અનામત મળવું જોઈએ.


હાર્દિક પટેલે પત્રકાર પરિષદમાં શું કહ્યું?

Image copyright Getty Images
 • કોંગ્રેસના અનામત આપવા અંગેના પ્રસ્તાવનો સ્વીકાર કરીએ છીએ.
 • કોંગ્રેસ સત્તામાં આવશે તો તરત જ અનામત અંગેનું બિલ લાવશે.
 • ઓબીસી સમાજને મળી રહ્યા છે તે જ લાભો બિનઅનામત વર્ગને પણ આપવામાં આવશે.
 • ઓબીસી સમાજને મળી રહેલા લાભોમાં કોઈ ફેરફાર નહીં કરાય.
 • અનામત આયોગને થયેલી 600 કરોડ રૂપિયાની ફાળવણી કોંગ્રેસ 2000 કરોડ રૂપિયા કરશે.
 • બંધારણમાં ક્યાંય કોઈ 50 ટકાથી વધારે અનામત ન અપાય તેવો કાયદો નથી. આ માત્ર સુપ્રીમ કોર્ટનું સૂચન છે.
 • પાટીદાર સમાજની મોટી બે સંસ્થા ખોડલધામ અને ઉમિયાધામ સાથે ચર્ચા કરીને નિર્ણય કર્યો છે.
 • ભાજપની નિયત સારી નથી, એટલે હક આપવાને બદલે બહાના બતાવે છે.
 • ભાજપમાંથી મારા માતા કે પિતા પણ લડે તો પણ હું વોટ નહીં આપું.
 • અમે કોંગ્રેસના એજન્ટ કે સમર્થક નથી.

તમને આ પણ વાંચવું ગમશે


નીતિન પટેલે પત્રકાર પરિષદમાં શું કહ્યું?

Image copyright Getty Images

હાર્દિક પટેલની પત્રકાર પરિષદ બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, હાર્દિક પટેલે કોંગ્રેસની લખેલી સ્ક્રિપ્ટ વાંચી છે.

હાર્દિકે કોંગ્રેસની સ્ક્રિપ્ટ વાંચી અને કોંગ્રેસના એજન્ટ્સ હવે સમાજ સામે ખુલ્લા પડી ગયા છે. તેમણે કહ્યું:

 • પાટીદાર અનામત આંદોલન કોંગ્રેસના માર્ગદર્શન અને પૈસાથી ચાલતું હતું.
 • સત્તાના રાજકારણમાં કોંગ્રેસે હાર્દિકને મૂર્ખ બનાવ્યો છે.
 • 'મૂર્ખાઓએ દરખાસ્ત આપી અને મૂર્ખાઓએ સ્વીકારી.'
 • સુપ્રીમ કોર્ટના નવ જજોની ખંડપીઠે ચુકાદો આપ્યો છે કે 50 ટકાથી વધુ અનામત આપવી શક્ય નથી.
 • હાર્દિકે સમાજની અંદર ભાગલા કરાવ્યા છે.

તમને આ પણ વાંચવું ગમશે


મોદી આગળ આવે : ગેહલોત

Image copyright Getty Images

કોંગ્રેસના નેતા અશોક ગેહલોતે કહ્યું હતું કે આર્થિક આધાર પર અનામત આપવું એક નરેન્દ્ર મોદીના હાથમાં છે.

મોદીએ આગળ આવીને કહેવું જોઇએ કે આર્થિક રીતે પછાત લોકોને અનામત મળવું જોઈએ. માયાવતી આ અંગે તૈયારી દાખવી ચૂક્યા છે.

ગેહલોતે ઉમેર્યું હતું, "મેં ખુદ રાજસ્થાનમાં મારા શાસન દરમિયાન આ અંગે કેબિનેટમાં પ્રસ્તાવ પસાર કરાવ્યો હતો. કોઈપણ જાતિ કે કોમનો હોય તેને 14 ટકા અનામત મળે તેવી જોગવાઈ કરવામાં આવી હતી.

"14 ટકા રાખવામાં આવે કે 20 ટકા. સમય આવી ગયો છે કે જેવી રીતે દક્ષિણના રાજ્યોમાં અનામતની જોગવાઈ કરવામાં આવી છે, તેવી જ જોગવાઈ દેશના અન્ય ભાગોમાં પણ કરવામાં આવે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો