'અનામતની વાત દિવસે તારા દેખાડવા જેવી'

હાર્દિકનો ફોટો Image copyright FACEBOOK/HARDIKPATEL.OFFICIAL

બે વર્ષના આંદોલન બાદ ચૂંટણીઓ પૂર્વે હાર્દિકે કોંગ્રેસને સમર્થન આપવાની જાહેરાત કરી છે.

હાર્દિક પટેલે અંતે કોંગ્રેસે આપેલી અનામતની ફોર્મ્યુલા સ્વીકારી લીધી છે.

તમને આ પણ વાંચવું ગમશે

પાટીદાર નેતા હાર્દિક પટેલે ઓબીસી ક્વોટામાં અનામતની માંગ સાથે 2015માં આંદોલન શરૂ કર્યું હતું.

છેલ્લા ઘણા દિવસોથી કોંગ્રેસ અને પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS) વચ્ચે અનામત અંગે વાતચીત ચાલી રહી હતી.


સોશિઅલ મીડિયા પ્રતિભાવો

Image copyright Twitter

વિજય કુમાર નામનાં યૂઝરે જણાવ્યું કે પાટીદારોએ હાર્દિક પટેલ પર વિશ્વાસ કર્યો, પરંતુ તેણે લોકોને મૂર્ખ બનાવ્યાં. વધુમાં હાર્દિકે કોંગ્રેસ પાસેથી કેટલા પૈસા લીધા છે તે પ્રશ્ન પણ પૂછ્યો હતો.

Image copyright Twitter

વિજય નામનાં યૂઝરે કોંગ્રેસને નિશાને રાખી જણાવ્યું કે કોંગ્રેસ પાસે ગુમાવવા માટે હવે કંઈ નથી, જેથી તે પાટીદારોને ચંદ્ર આપવાની વાત પણ કરી શકે.

Image copyright Prit Garala

હાર્દિક પટેલના ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અંગેના ટ્વીટ અંગે રાજેશ નામનાં યૂઝરે ટિપ્પણી કરી કે મૂર્ખ તો તમે પાટીદારોને કહો છો.

Image copyright Twitter

ટ્વિટર પર યોગેશ નામનાં યૂઝરે અનામતના મુદ્દા અંગે લખ્યું કે આ વાત દિવસે તારા દેખાડવા જેવી છે.

Image copyright Twitter

જગત જાનીએ હાર્દિક પટેલના ટ્વીટ અંગે કહ્યું કે તે પોતાના રસ ખાતર સમગ્ર પાટીદાર સમુદાયનું નામ ઉછાળી રહ્યો છે.

તેમજ વધુમાં તેમણે જણાવ્યું કે દુ:ખની વાત તો એ છે કે આ અંગે કોઈ પણ લોકો આગળ આવી જાહેરમાં વિરોધ કરતા નથી.

Image copyright Twitter

પ્રભુરામ નામનાં યૂઝરે લખ્યું કે આ ગુજરાતની સમસ્યા નથી. જો પાટીદાર અનામત મેળવશે તો આ સમસ્યા માત્ર કોઈ રાજ્યની નહીં પરંતુ સમગ્ર દેશની બની જશે.

કેમ કે, બીજા અનેક સમુદાયમાં પટેલોની જેમ આવી જ મુશ્કેલી જોવા મળે છે. આ માટે તેમણે તામિલનાડુનું ઉદાહરણ ટાંક્યું, જ્યાં ગાઉન્ડર જાતિ પણ આંદોલન કરી રહી છે.

Image copyright Twitter

સ્મેક નામનાં યૂઝરે જણાવ્યું કે ગુર્જર અને પાટીદાર કઈ વાત અંગે અનામત માગી રહ્યાં છે. દરેક વ્યવસાયનો ક્વોટા સિસ્ટમ હાનિ પહોંચાડે છે.

અનામતનો હેતુ ગરીબ અને જરૂરીયાત વર્ગને મદદ પહોંચાડવાનો છે, જ્યારે નોકરી તો માત્ર લાયકાત ધરાવનાર વ્યક્તિને જ મળવી જોઈએ.

Image copyright Twiiter

નાઇટ નામનાં યૂઝરે અનામત અંગે પોતાનો અભિપ્રાય રજૂકરતા જણાવ્યું કે અનામત આર્થિક રીતે હોવી જોઈએ, ભલે પછી તે પટેલ હોય કે કોઈ અન્ય. અને આ પગલું કોંગ્રેસ માટે ભારે પડશે તેના સંકેત પણ આપ્યા હતા.

Image copyright Twitter

દિક્ષીથ નામનાં યૂઝરે ઉભરતા યુવાનો પર કટાક્ષ કરતા ટ્વીટ કર્યું કે સરદાર પટેલે ભારતને એક કર્યો હતો, જ્યારે આ લોકો તેને અલગ કરવામાં વ્યસ્ત છે.

Image copyright Twitter

અભિનવ નામનાં યૂઝરે હાર્દિકનો સાથ આપતા કહ્યું કે હાર્દિક તમે સંઘર્ષ કરો પરિણામની ચિંતા કર્યાં વગર અને વધુમાં તમે જીતશો એમ પણ કહ્યું.

Image copyright Twitter

અમીત નામનાં યૂઝરે હાર્દિક સારું કરશે તેવી આશા સાથે ટ્વીટ કર્યું કે હું બિહારથી પટેલ છું. ભાજપ વિશે ચર્ચા કરતા કહ્યું કે ભાજપ એ પટેલોના કારણે ગુજરાતમાં આવી છે. તમે યુવાન અને આકાંક્ષા ધરાવનાર વ્યક્તિ છો.

સાથે વધુમાં કહ્યું કે હું આશા રાખું છું કે તમે સારું કરશો, પટેલ અન્ય રાજ્યોમાં અનામત મેળવી રહ્યાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો