આ ગામમાં વિકાસ ગાંડો નથી થયો, ખોવાયો છે?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ગુજરાતની સરહદ પર આવેલું આ છેલ્લું ગામ વર્ષોથી વિકાસની રાહ જોઈને બેઠું છે?

#BBCGujaratiPopUpની ટીમે ગુજરાતના અતિ પછાત ગણાતા ડાંગ જિલ્લાની મુલાકાત લીધી હતી.

ગુજરાતના સૌથી વધુ આદિવાસી વસતિ ધરાવતા આ જિલ્લાની વસતિ 2011ની છેલ્લી ગણતરી મુજબ સવા બે લાખ જેવી છે.

આ જિલ્લામાં 94 ટકા આદિવાસીની વસતિ છે અને 98 ટકા વસતિ શિડ્યૂલ ટ્રાઇબ્સમાં આવે છે. મોટાભાગના લોકો અહીં ગરીબી રેખા નીચે જીવે છે. રોજગારી ન મળતા તેઓ ગામ છોડીને અન્ય સ્થળોએ મજૂરી કરવા જાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો