ચેન્નાઈમાં વિદ્યાર્થીનીના આપઘાત બાદ વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાં આગ લગાવી

યુનિવર્સિટી કેમ્પસની તસવીર Image copyright SATYABHAMA UNIVERSITY

ચેન્નાઈની સત્યભામા યુનિવર્સિટીમાં પરીક્ષામાં ચોરી કરતા પકડાયેલી એક વિદ્યાર્થીનીના આપઘાત બાદ હિંસક પ્રદર્શનો થયા.

લોકલ મીડિયાના જણાવ્યા પ્રમાણે બુધવારે મોડી રાત્રે વિદ્યાર્થીઓએ કૅમ્પસના ફર્નિચરને આગ લગાવવાનું શરૂ કર્યું હતું.

18 વર્ષની વિદ્યાર્થીની પરીક્ષામાં ચોરી કરતા પકડાતા તેને પરીક્ષાખંડથી બહાર મોકલી દેવામાં આવી હતી. તે બાદ તેણે તેના રૂમમાં આત્મહત્યા કરી લીધી હતી.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે યુનિવર્સિટી સત્તાધીશોએ કહ્યું હતું કે વિદ્યાર્થીનીના ભાઈ અને મિત્રોને તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

વિદ્યાર્થીનીના મૃતદેહના સમાચાર પ્રસરતાં જ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ દેખાવો શરૂ કર્યા હતા.

ધ ન્યૂઝ મિનિટને એક વિદ્યાર્થીએ જણાવ્યા અનુસાર પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓની હૉસ્ટેલ બહાર તેમણે આગ લગાવી હતી.

"વૃક્ષોને પણ આગ લગાવી હતી. 11 વાગ્યા આસપાસ કૉલેજ ગેટ બહાર મોટું ટોળું હતું."

પોલીસને બોલાવ્યા બાદ વહેલી સવારે પ્રદર્શનો બંધ થયા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા