ગુજરાતનું એ ગામ જ્યાં મહિલાઓ છે 'બૉસ'
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ગુજરાતનું આ ગામ જ્યાં 70% મહિલાઓ પશુપાલન કરે છે

આખા દેશને દૂધ ઉત્પાદનમાં સ્વનિર્ભર બનાવવા ઉપરાંત કરોડો ગ્રામીણ મહિલાઓને પશુપાલનનાં વ્યવસાયથી આત્મનિર્ભર બનાવનારા ભારતના ‘દૂધવાળા’ વર્ગીસ કુરિયનનો આજે જન્મદિવસ છે.

દૂધ સહકારી મંડળીઓના માધ્યમથી ગુજરાતને આખા ભારતની શ્વેત ક્રાંતિનું મુખ્ય કેન્દ્ર બનાવનારા કુરિયનનો જન્મ 26 નવેમ્બર 1921માં કેરળના કોઝિકોડમાં થયો હતો.

કુરિયને ગુજરાતનાં જે જિલ્લામાં અમૂલનાં માધ્યમથી દેશમાં મોટી ક્રાંતિ કરી તે આણંદ જિલ્લાનાં ગામડાંની મુલાકાત #BBCGujaratOnWheels બીબીસી ગુજરાતીની ટીમ અને મહિલા બાઇકર્સે લીધી હતી.

આણંદ જિલ્લો અમૂલ બ્રાન્ડને કારણે દેશભરમાં પ્રખ્યાત છે. અહીં મોટાભાગના લોકો ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છે.

ગુજરાતના સમૃદ્ધ જિલ્લામાંનો એક ગણાતો આણંદ જિલ્લો ગુજરાતમાં શ્વેતક્રાંતિ લાવવા માટે નિમિત્ત બન્યો હતો. આ જિલ્લાનાં શેખડી ગામની બીબીસી ગુજરાતની ટીમે મુલાકાત લીધી હતી.

આ ગામની 70 ટકા મહિલાઓ પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલી છે. અહીં મહિલાઓ જવાબદારી સાથે ઘરની આર્થિક સદ્ધરતામાં પાયાનો પથ્થર બનીને ઊભી છે.

આ ગામની મુલાકાત વખતે અમારી ટીમ અને બાઇકર્સ ગામની આવી જ કેટલીક મહિલાઓને મળ્યાં હતા.

વીડિયો રિપોર્ટ : નેહા શર્મા, શાલૂ યાદવ, ટ્વિંકલ કાપડી, આમિર પિરજાદા અને જય મકવાણા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો