પ્રેસ રિવ્યૂ: સેક્સ વીડિયોમાં સ્વામી નિત્યાનંદ જ હોવાનું ફોરેન્સિક લૅબોરેટરીનો ઘટસ્ફોટ

યુવતીની તસવીર Image copyright ISTOCK
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

'ફર્સ્ટપોસ્ટ'ના અહેવાલ અનુસાર, સ્વામી નિત્યાનંદનો સેક્સ વીડિયો સાચો છે.

કેમકે ફોરેન્સિક લૅબોરેટરીના પરીક્ષણમાં બહાર આવ્યું છે કે 2010માં બહાર આવેલા વીડિયોમાં દેખાતી વ્યક્તિ સ્વામી નિત્યાનંદ જ છે.

વર્ષ 2010 આ વીડિયોમાં કથિતરૂપે સ્વામી નિત્યાનંદ એક તમિલ અભિનેત્રી સાથે અશોભનીય હાલતમાં જોવા મળ્યા હતા. દિલ્હી સ્થિત ફોરેન્સિક લૅબોરેટરી મુજબ આ વીડિયો બનાવટી નથી.

તમને આ પણ વાંચવું ગમશે

નિત્યાનંદ પર સેક્સ વીડિયો સિવાય યૌન શોષણ અને બળાત્કારના આરોપ પણ છે.

'ટાઇમ્સ નાઉ'ના અહેવાલ પ્રમાણે નિત્યાનંદના આશ્રમે અનુયાયીઓને 'નોન ડિસક્લોઝર' કરાર કરાવ્યો હતો. જે બાદ તેમનું યૌન શોષણ કરવામાં આવ્યું હતું.


સુરતમાં 'પાસ'ના કાર્યકરોનું હલ્લાબોલ

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતિકાત્મક તસવીર

'સંદેશ'માં પ્રકાશિત અહેવાલ મુજબ, પાટીદાર અનામત આંદોલન સમિતિના કેટલાક કાર્યકરોએ કથિત રીતે ગુરૂવારની રાત્રે સુરતના વરાછા પોલીસ મથક પથ્થરમારો કર્યો હતો.

પુણા-યોગી ચોક પર પાસના કાર્યકરો પર પોલીસ કાર્યવાહી બાદ પાસના કાર્યકરોએ વરાછા પોલીસ મથક પહોંચી રસ્તા પર બેસી સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

કોંગ્રેસના ત્રણ ઉમેદવાર સહિત પાસના 25 કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

પાસના કાર્યકરોની અટકાયતને પગલે તેમના ટેકામાં કોંગ્રેસના ઉમેદવાર દિનેશ કાછડિયા, ધીરુ ગજેરા, ભાવેશ રબારી પણ પહોંચ્યા હતા.


ચાર વર્ષના બાળક પર યૌન શોષણનો આરોપ

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

દિલ્હીમાં સાડા ચાર વર્ષના બાળક પર તેની જ સાથે ભણતી બાળકીનું યૌન શોષણ કર્યાનો આક્ષેપ લાગ્યો છે.

'વન ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર, આ મામલે પોલીસે ફરિયાદ પણ દાખલ કરી છે. બાળકીની માતાએ કડક કાર્યવાહીની માગ કરી છે.

તેમનું કહેવું છે કે બાળકને સ્કૂલમાંથી સસ્પેન્ડ કરવામાં આવે અને સ્કૂલના સ્ટાફ સામે પણ કાર્યવાહી કરવામાં આવે.

તેમનો આક્ષેપ છે કે આ બાબત સ્કૂલના સ્ટાફની બેદરકારી છે. અહેવાલ અનુસાર પોલીસે પોસ્કો એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો