પોપ કોર્ન કેવી રીતે બન્યા સૌનો મનપસંદ નાસ્તો?

પોપ કોર્નની તસવીર Image copyright Getty Images
ફોટો લાઈન પોપ કોર્ન દરેક સમયમાં માણી શકાય એવો નાસ્તો છે

પોપ કોર્નને જો દુનિયાનો સૌથી લોકપ્રિય નાસ્તાનો ખિતાબ આપવામાં આવે તો તેમાં કંઈ ખોટું નથી.

ફિલ્મ જોતાં ખાઓ કે સાંજે ચા સાથે, મિત્રો-પરિવાર સાથે ગપ્પા મારતાં-મારતાં પોપ કોર્ન ખાઓ કે વાંચતી વખતે ખાઓ કે એકલા ખાઓ.

ઉત્તર ભારતમાં ઉતરાયણના દિવસે પોપ કોર્ન સાથે તલની વાનગીઓ ખાવાનું ચલણ છે. આ દિવસ લોહરી તરીકે ઊજવાય છે.

તમને આ પણ વાંચવું ગમશે

પોપ કોર્ન દરેક સમયમાં માણી શકાય એવો નાસ્તો છે.

તે ખાવામાં હળવા અને સ્વાસ્થ્યપ્રદ પણ છે, પણ જો તમે આમા માખણ કે મીઠું ભેળવો તો તે બહુ હેલ્ધી નહીં રહે.


શું છે પોપકોર્નનો તિહાસ?

Image copyright Getty Images
ફોટો લાઈન પોપ કોર્ન સ્વાસ્થ્યપ્રદ છે પરંતુ તેમાં વધુ મીઠું કે માખણ ભેળવવું સ્વાસ્થ્યપ્રદ નથી

આમ તો તેનો ઇતિહાસ જૂનો છે, પણ સૌથી પહેલા આને ખાવાની શરૂઆત અમેરિકામાં થઈ.

અમેરિકાના મૂળ નિવાસી તેને ખાતાં. ત્યાં વસવાટ કરવા ગયેલા યુરોપિયનોએ પણ પોપ કોર્ન અપનાવ્યા.

પોપ કોર્નને આખી દુનિયામાં લોકો ખૂબ ખાય છે. તેનું સૌથી જૂનું ચલણ અમેરિકાના મહાદ્વિપોમાં મળે છે.

ઉત્તર અને દક્ષિણ અમેરિકામાં રેડ ઇન્ડિયન વિસ્તારોમાં તેના દાણા મળી આવ્યા હતા.

એક કિસ્સો એવો પણ છે કે એક પુરાતત્વ વૈજ્ઞાનિકોએ જ્યારે મકાઈના દાણા મળ્યા તો તેણે આ દાણાને ભૂંજ્યા.

રસપ્રદ વાત એ છે કે લગભગ હજારો વર્ષ જૂના મકાઈનાં દાણા ગરમ થતાં જ ફૂટ્યા. તેનું એક કારણ તેનું ઉપરની છાલ ઘણી કઠણ હોય છે.

તે 200 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર ફૂટે, એટલે તેમાંથી પોપ કોર્ન બને છે.

એક અમેરિકન નાગરિક દર વર્ષે આશરે પચાસ લિટર પોપ કોર્ન ખાય છે.

છેલ્લા પાંચ વર્ષોમાં બ્રિટનમાં પોપ કોર્નના વેચાણમાં 169 ટકા વધારો થયો છે.


મકાઈના ભુટ્ટામાંથી નથી મળતાં પોપકોર્ન

Image copyright Getty Images
ફોટો લાઈન પોપ કોર્ન મકાઈની એક ખાસ જાતમાંથી બને છે

પહેલી વાત આ પોપ કોર્ન મકાઈના એ ભુટ્ટામાંથી નથી મળતાં, જે આપણે સામાન્ય રીતે ખાઈએ છીએ.

પોપ કોર્ન મકાઈની એક ખાસ જાતમાંથી બને છે.

પુરાતત્વ વૈજ્ઞાનિકોને તેના દાણા ઉત્તર-પશ્ચિમી અમેરિકાની ઘણી ગુફાઓમાંથી મળ્યા હતા. તેના દક્ષિણ અમેરિકામાં હોવાના પણ પુરાવા મળી આવ્યા છે.

પ્રખ્યાત અમેરિકન વૈજ્ઞાનિક થોમસ હાર્પર ગુડસ્પીડનો કિસ્સો ઘણો રોચક છે.

1941માં છપાયેલા તેમના પુસ્તક 'પ્લાન્ટ હંટર્સ ઇન ધ ઇન્ડિઝ'માં તેમણે લખ્યું કે તેમને ચિલીના વૈજ્ઞાનિકો પાસેથી લગભગ હજાર વર્ષ જૂના પોપ કોર્નના દાણા મળ્યા હતા.

Image copyright Getty Images
ફોટો લાઈન એક અમેરિકન નાગરિક દર વર્ષે આશરે પચાસ લિટર પોપ કોર્ન ખાય છે

એક દિવસ ગુડસ્પીડને થયું કે આ દાણાને ભૂંજીએ. જોકે, તેમને વિશ્વાસ નહોતો કે આ દાણા ભૂંજાશે, પણ તાપમાં ગરમ થતાં તે દાણા ફૂટવા લાગ્યા.

પોપ કોર્ન વાળા મકાઈના દાણાની ઉપરની છાલ, સામાન્ય ભૂટ્ટાના દાણાથી ચાર ગણી વધારે કઠણ હોય છે. આ છાલ તેના ફૂટવાનું મુખ્ય કારણ છે.

તેના જ કારણા દાણા બળવાને બદલે ફૂટે છે. તાપમાન વધવાની સાથે દાણાની અંદર દબાણ વધે છે, અને આ દબાણનો અતિરેક થાય ત્યારે દાણા ફૂટે છે.

વૈજ્ઞાનિકોએ અનુભવે જાણ્યું કે તમે પોપ કોર્નના દાણા પર દબાણ વધારીને તેના આકારને બેગણો કરી શકે છે. એ જ્યારે ભૂંજાઈને ફૂટે તો તે પોપ કોર્ન વધારે મોટાં થશે.


પોપકોર્નના મશીનની કેટલીક અજાણી વાતો

Image copyright Getty Images
ફોટો લાઈન પોપકોર્ન ભૂંજવાનું મશીન 1885માં શોધવામાં આવ્યું હતું

પહેલી વાર પોપ કોર્ન ભૂંજવાની મશીન 1885માં આવી હતી, તેને અમેરિકાના ઈલિનોય પ્રાંતના ચાર્સ ક્રેટર્સે બનાવી હતી.

મગફળી ભૂંજવાનું મશીન બનાવતી વખતે આ મશીન શોધાયું હતું.

મકાઈના દાણાને બોઇલરના એન્જિનો સાથે બાંધવામાં આવતા, જેમાં દાણા અને માખણ મેળવીને રાખવામાં આવતાં.

પાક ઇતિહાસકાર એંડ્ર્યુ સ્મિથ લખે છે કે ચાર્લ્સ ક્રેટર અને તેમના સહાયક પોપ કોર્ન ભૂંજવાની મશીનને 1893માં વર્લ્ડ ફેરમાં લઈ ગયા હતા.

એ મશીનને જોવા માટે લોકોની ભીડ ઊમટી હતી, આજે પણ ચાર્લ્સ ક્રેટરની કંપની અમેરિકામાં પોપ કોર્ન ભૂંજવાના મશીન બનાવનારી સૌથી મોટી કંપની છે.


પોપ કોર્ન આરોગ્યપ્રદ

Image copyright iStock

આજકાલ સારા આરોગ્ય માટે પોપ કોર્ન ખાવાનું ચલણ વધ્યું છે.

આપને મન પોપ કોર્ન નમકીન અને માખણવાળો નાસ્તો હશે, જેને ફિલ્મ જોતી વખતે ખાવાની મજા આવે, પરંતુ નમક અને માખણ વગરના પોપ કોર્નમાં ફેટ ઓછી હોય છે.

એટલે માર્કેટિંગ ક્ષેત્રે સંકળાયેલા લોકો તેને સારા અને આરોગ્યપ્રદ ભોજન તરીકે વેચવામાં લાગેલા છે.

આરોગ્યપ્રદ હોવાનાં કારણે અમેરિકા તથા બ્રિટનમાં પોપ કોર્નની માગ વધી છે.


આ ચીજોને પણ ભૂંજી શકાય

Image copyright Getty Images

આજકાલ પેકેટમાં પણ પોપ કોર્નના દાણા મળે છે, જેને ઘરે ગરમ કરીને ખાઈ શકાય છે. તેની સાથે મીઠું અને માખણ પણ હોય જ છે.

ઘરે દાણા ભૂંજનારાઓને હવે માલૂમ પડ્યું છે કે, માત્ર પોપ કોર્ન જ નહીં, ચોખા, જવ અને ઘઉંના દાણાને પણ ભૂંજીને ખાઈ શકાય છે.

જોકે, તેના દાણા પોપ કોર્નની જેમ મોટા નહીં ફૂલે.

ફિલ્મ જોતી વખતે તમને ભૂંજાયેલા જવ કે ચોખા ખાવા નહીં ગમે. એટલે હાલ તૂરત તો આપણી જીભ, દિલ અને પેટ પર પોપ કોર્નનું સામ્રાજ્ય યથાવત રહેશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો