પ્રેસ રિવ્યૂ : નહારગઢની લાશનો કરણી સેના સાથે સંબંધ નહીં - લોટવારા

પદ્માવતી પોસ્ટરની તસવીર Image copyright Getty Images

''ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર પદ્માવતી વિવાદ સંબંધિત વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં જયપુર નજીકના નાહરગઢના કિલ્લા પર એક યુવકની લાશ લટકતી હાલતમાં મળી આવી હતી.

અહેવાલ મુજબ લટકતી લાશ પાસે લખ્યું હતું, "પદ્માવતીનો વિરોધ કરનારા ફક્ત પૂતળાં નથી લટકાવતા." આ મૃત્યુ હત્યા છે કે આત્મહત્યા તે એક રહસ્ય છે.

મૃતક વ્યક્તિની ઓળખ 40 વર્ષીય ચેતન સૈની તરીકે થઈ છે. સ્થાનિક રહેવાસી ચેતન જ્વેલરી અને હેન્ડીક્રાફ્ટની દુકાન ચલાવતા હતા.

જોકે, ચેતનનો પરિવાર માનવા તૈયાર નથી કે તેમણે આત્મહત્યા કરી છે અને તેમનું કહેવું છે કે પથ્થર પર લખેલા લખાણ સાથે ચેતનને કોઈ લેવાદેવા નથી.

તમને આ પણ વાંચવું ગમશે

'કોંગ્રેસનો હાથ પક્ડતા પાટીદારોએ હાર્દિકને છોડ્યો’

ગુજરાતી યુવકે કર્યો ઉત્તર કોરિયાનો પ્રવાસ, જાણો તેના અનુભવ

ગુજરાતમાં બગડ્યું ભાજપનું જ્ઞાતિ સમીકરણ?

બીજી તરફ પોલીસનું કહેવું છે કે તેમને ચેતનના મૃત્યુને પદ્માવતીના દેખાવો સાથે સાંકળીને તપાસને ગેરમાર્ગે દોરવાના પ્રયાસની શંકા છે.

Image copyright Getty Images

સમગ્ર ઘટના મામલે કરણી સેનાએ પણ પ્રતિક્રિયા આપી છે જેમાં રાજપૂત નેતા ગિરિરાજસિંહ લોટવારાએ જણાવ્યું કે ઘટના તપાસનો વિષય છે.

તેમણે કહ્યું,"કરણી સેનાને આ ઘટના સાથે કોઈ લેવાદેવા નથી. આ વિરોધની પદ્ધતિ નથી. અમે આ પ્રકારના વિરોધને સમર્થન નથી આપતા."

દરમિયાન 'ઇન્ડિયા ટુડે'ના અહેવાલ અનુસાર, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કોલકાતામાં પદ્માવતી ફિલ્મનું પ્રીમિયર યોજવાની વ્યવસ્થા કરી આપવા તૈયારી દર્શાવી છે.

'ઇન્ડિયા ટુડે કોન્ક્લેવ ઈસ્ટ 2017' કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, જો અન્ય રાજ્ય પદ્માવતી પર પ્રતિબંધ મૂકે તો પશ્ચિમ બંગાળમાં તેઓ સંજય લીલા ભણસાલી અને ટીમને આવકારશે અને તેમના માટે વિશેષ વ્યવસ્થા કરશે.

મમતા બેનરજીએ ઉમેર્યું,"બંગાળને આ વાતની ખુશી થશે અને ગૌરવ પણ થશે."


એસ એન્ડ પીએ ભારતનું રેટિંગ યથાવત રાખ્યું

Image copyright Getty Images

'બિઝનેસ ટુડે'માં પ્રકાશિત અહેવાલ અનુસાર ગ્લોબલ રેટિંગ એજન્સી સ્ટાન્ડર્ડ એન્ડ પૂઅર્સે (એસ એન્ડ પી) વર્ષ 2017 માટે પણ ભારતનું રેટિંગ બીબીબી માઇનસ યથાવત રાખ્યું છે.

જ્યારે આઉટલુકમાં સ્ટેબલ (સ્થાયી)નો દરજ્જો આપ્યો છે. જોકે, રેટિંગ એજન્સીએ આશા વ્યક્ત કરી છે કે આગામી સમય ભારતીય અર્થતંત્ર માટે સારો રહેશે.

શુક્રવારે જારી કરેલા રિપોર્ટમાં રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે, આગામી બે વર્ષ 2018થી 2020 વચ્ચે ભારતીય અર્થતંત્ર વધુ મજબૂત બનશે.

'એસ એન્ડ પી'એ જણાવ્યું હતું કે ભારતની એક્સ્ટર્નલ એકાઉન્ટ્સની સ્થિતિ જળવાઈ રહેશે.

Image copyright Getty Images

સંદેશના અહેવાલ મુજબ, રેટિંગ મામલે પ્રતિક્રિયા આપતા ભાજપના નેતા યશવંત સિંહાએ મોદી સરકાર વિશે કહ્યું કે પ્યૂ રિસર્ચ દ્વારા કરવામાં આવેલા સરવેમાં મોદીની લોકપ્રિયતા 80 ટકા દર્શાવવામાં આવી હતી.

તેમણે કહ્યું કે આવતા વર્ષે મોદીની લોકપ્રિયતા વધીને 100 ટકા થઈ જશે. સિંહાએ કહ્યું કે આ માટે મોદીએ અડધી રાત્રે સંસદનું સત્ર બોલાવવું જોઈએ.

દેશની અર્થવ્યવસ્થા નાજુક સ્થિતિમાં છે જો આવું જ ચાલશે તો હાલત ગંભીર બની જશે.

તેમણે વધુમાં કહ્યું, "માત્ર જુમલાથી કામ નહીં ચાલે. દેશમાં જ્યાં રેલવે લાઇન નથી, જ્યાં સરકાર ઓનલાઇન પેમેન્ટની વાતો કરે છે."


મતદાન સ્લિપમાં પોલિંગ બૂથનો મેપ

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતિકાત્મક તસવીર

દરમિયાન 'સંદેશ'ના અહેવાલ મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન સ્લિપમાં મતદાન મથકનું નામ અને સરનામું બતાવવા નકશા સહિત નાની-મોટી માહિતીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ભારતના ચૂંટણી પંચ દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં મતદાન સ્લિપમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે.

જેમાં સ્લિપ પાછળ દરેક મતદાન મથકનો નકશો હશે. ગૂગલ મેપ જેવા નકશામાં મતદાન મથકનું નામ અને સરનામું સ્પષ્ટ વંચાય તવી રીતે લખાયેલું હશે.

ઉપરાંત મતદારો માટેની અગત્યની માહિતી બુલેટ પોઇન્ટમાં લખેલી હશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો