ગુજરાતનો એ વિસ્તાર જ્યાં 50 ટકા જેટલાં બાળકો કુપોષિત
#BBCGujaratOnWheelsની ટીમ અને મહિલા બાઇકર્સે દાહોદ જિલ્લાનાં ખાંડણીયા ગામની મુલાકાત લીધી હતી.
આ ગામમાં કુપોષણની સૌથી મોટી સમસ્યા છે. ગામના લોકોના કહેવા પ્રમાણે પાયાની સુવિધાઓનો તો અભાવ છે જ પરંતુ ઘણા પરિવારોને બે ટંકનું ખાવાનું પણ મળતું નથી.
ખાસ કરીને મહિલા અને બાળકોમાં કુપોષણનું પ્રમાણ 50 ટકા સુધી છે. સ્થાનિકોના કહેવા પ્રમાણે સરકારની પોષણ અંગેની યોજનાઓમાં વારંવાર થતા ફેરફારોને કારણે પણ કુપોષણ કાબુમાં લાવી શકાતું નથી.
તમને આ પણ વાંચવું ગમશે
#BBCGujaratOnWheels
#BBCGujaratOnWheelsની ચાર મહિલા રાઇડર્સ અને બીબીસી ગુજરાતીની ટીમે ગુજરાતના ચાર જિલ્લા બનાસકાંઠા, મહેસાણા, આણંદ અને દાહોદનાં અંતરીયાળ ગામડાંની મુલાકાત લીધી હતી.
અમારી ટીમનો છેલ્લો પડાવ દાહોદ જિલ્લો હતો. અહીં મહિલાઓ અને બાળકોમાં કુપોષણ મોટો પ્રશ્ન છે.
આ પહેલા અમારી ટીમે મહેસાણાની મુલાકાત લીધી હતી.
ચિંતાજનક આંકડા
વિકાસબહેન
1530 લોકોની વસતિ ધરાવતાં આ ગામમાં મહિલાઓ અને બાળકોમાં કુપોષણનું પ્રમાણ ચિંતાજનક છે.
ઉંમરની સરખામણીએ 78 ટકા બાળકોની ઊંચાઈ ઓછી છે, જ્યારે 44 ટકા બાળકોનું વજન ઊંચાઈ અનુસાર નથી.
અહીંના 44.2 ટકા બાળકો સરેરાશ કરતા ઓછું વજન ધરાવે છે.
'દેવગઢ મહિલા સંગઠન' સાથે જોડાયેલી વિકાસબહેન કહે છે, 'ગામમાં બે ટંકનું ભોજન ના મળતું હોય ત્યાં પોષણ ક્યાંથી મેળવવું?'
'માતાને નાના બાળકોને ઘરે મૂકી મજૂરી કરવા જવું પડે છે, જેને કારણે માતા અને બાળક બન્ને કુપોષિત રહી જાય છે.'વીડિયો રિપોર્ટ : નેહા શર્મા, શાલૂ યાદવ, આમિર પીરજાદા અને જય મકવાણા
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો