સોશિઅલ : 'ગુજરાત અને ગુજરાતીઓની મજાક ઉડાવવા કોંગ્રેસ આવે છે'

રાહુલ ગાંધીનો ફોટો Image copyright Getty Images

કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી હાલ ચૂંટણીને પગલે ગુજરાતમાં અનેક સભાઓ સંબોધી રહ્યાં છે.

તાજેતરની ગુજરાત યાત્રા દરમિયાન તેઓએ દહેગામ, બાયડ અને લુણાવાડામાં જાહેરસભામાં સંબોધન કર્યું હતું.

દહેગામમાં રાહુલ ગાંધી સ્ટેજ પર પહોંચ્યા, ત્યારે એક નાના બાળક અને યુવતી સાથે રાહુલ ગાંધીએ સેલ્ફી લીધી હતી.

આ પ્રવાસ દરમિયાન દરમિયાન '#Congress_આવે_છે' ટ્રેન્ડમાં હતું.

એક યૂઝરે રાહુલ ગાંધીને વિરોધી ખેલાડીની પિચ પર સિક્સર અને બાઉન્ડરી ફટકારનારા બેટ્સમેન ગણાવ્યાં, જ્યારે અન્ય એક યૂઝરે લખ્યું, ગુજરાત અને ગુજરાતીઓની મજાક ઉડાવવા કોંગ્રેસ આવે છે.


'#Congress_આવે_છે' ટ્રેન્ડ પર લોકોના પ્રતિભાવો

બહાર બેગમ નામનાં યૂઝરે ટ્વીટ દ્વારા જણાવ્યું હતું કે કોંગ્રેસ ભાજપને ગુજરાતમાં સારી લડત આપી રહી છે, જે અણધાર્યું હતું.

ગૌરવ શાહ નામના યૂઝરે લખ્યું હતું કે ગુજરાત અને ગુજરાતીઓની મજાક ઊડાવવા કોંગ્રેસ આવે છે.

સલીમ શેખ નામના યૂઝરે ક્રિકેટ સાથે રાજકારણ જોડીને જણાવ્યું કે, જ્યારે કોઈ બોલરની હોમ પિચ પર ફાસ્ટ બોલર સામે કોઈ બહારનો બેટ્સમેન સિક્સર અને બાઉન્ડ્રી ફટકારે તો શરમજનક કહેવાય.

આવી જ સ્થિતિ ગુજરાતની છે અને બેટ્સમેન રાહુલજી છે.

રવિન્દ્ર કુમાર નામના યૂઝરે કોંગ્રેસની સરખામણી ઉધઈ સાથે કરી.

કે. વેણુગોપાલ નામના યૂઝરે સેલ્ફીને ધ્યાનમાં રાખી લખ્યું, "મોદી મહાન લોકો સાથે સેલ્ફી લે છે, જ્યારે રાહુલ ગાંધી સામાન્ય લોકો સાથે સેલ્ફી લે છે.

નિશા નામનાં યૂઝરે જણાવ્યું કે કોંગ્રેસ આવે છે, મજાક કરો છો?

જેવિસ નામનાં યૂઝરે, કેરળની સાક્ષરતા સાથે ભાજપનાં મતોની ટકાવારીની સરખામણી કરી હતી.

ગોપાલ સાનિયા નામનાં ટ્વિટર હૅન્ડલ ધરાવતા યૂઝરે ટ્વીટ કર્યું, '60 વર્ષ પછી નવસર્જન કરવા નીકળ્યાં છો તો 60 વર્ષથી શું કર્યું દંતમંજન.'

જ્યારે સૂરજ નામના યૂઝરે બંને પાર્ટીઓને ઠગ ગણાવી હતી અને પોતાનો પ્રતિભાવ રજૂ કરતા જણાવ્યું હતું કે ગુજરાતના લોકોએ યોગ્ય માણસને જોઈને મત આપવો જોઈએ નહીં કે પાર્ટી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો