પદ્માવતી વિવાદ મામલે દીપિકાની પ્રતિક્રિયા
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

પદ્માવતી વિવાદ : ફિલ્મ જોયા વગર લોકો તેનો વિરોધ કરે તે વાતથી દીપિકા દુખી

ફિલ્મમાં પદ્માવતીનું પાત્ર ભજવી રહેલી દીપિકા પાદુકોણે 16 નવેમ્બરે બીબીસી સાથે ખાસ વાતચીત કરી હતી.

જેમાં દીપિકાએ કહ્યું કે ફિલ્મ જોયા વગર લોકો એવું વિચારી રહ્યા છે કે અમે કંઈક ખોટું કર્યું છે આ વાતથી દુખ થાય છે.

વળી બોલીવૂડમાં દસ વર્ષ પૂરા કરવા બાબતે દીપિકાને પૂછવામાં આવતા તેણે કહ્યું કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા પરિવર્તન આવ્યા છે.

હવે મહિલાઓ આધારિત ફિલ્મો બને છે અને નાણાં ચૂકવવા બાબતે પણ સમાનતા જોવા મળી રહી છે.

જુઓ દીપિકા સાથેની ખાસ વાતચીત અને જાણો તેણે પદ્માવતી વિશે વધુ શું કહ્યું?

રિપોર્ટર : યોગિતા લિમાયે

કૅમરા : જાલ્ટસન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો