પાકિસ્તાન: સરકાર અને 'તહેરીક-એ-લબૈક પાકિસ્તાન' વચ્ચે કરાર

વિરોધ કરી રહેલા પ્રદર્શકારીઓ ટાયર સળગવા રહ્યા છે તેની તસવીર Image copyright AFP/GETTY IMAGES

પાકિસ્તાનમાં 'ઈશ્વર નિંદા' મામલે કાયદાપ્રધાનનાં રાજીનામાની માગણી કરીને વિરોધ પ્રદર્શન કરનારા પ્રદર્શનકારીઓ અને સરકાર વચ્ચે સમાધાન થઈ ગયું છે.

જેમાં બન્ને પક્ષ વચ્ચે એક કરાર થયો છે. જાહેર કરાયેલા ડ્રાફ્ટમાં કુલ પાંચ સભ્યોએ હસ્તાક્ષર કર્યા છે.

હસ્તાક્ષર કરનારા સભ્યોમાં પ્રદર્શનકર્તા પક્ષ 'તહેરીક-એ-લબૈક પાકિસ્તાન'ના ખાદીમ હુસૈન રીઝવી અને અન્ય બે પદાધિકારી સામેલ છે.

જ્યારે અન્ય સભ્યોમાં ગૃહપ્રધાન, ગૃહ વિભાગના સચિવ અને મેજર જનરલ ફૈઝ હમિદનો પણ સમાવેશ થાય છે.

તમને આ પણ વાંચવું ગમશે

આ નવી ઘટના દર્શાવે છે કે વિરોધ પ્રદર્શન બંધ કરાવવાની અંતિમ તબ્બકાની વાટાઘાટોમાં આર્મીની પણ ભૂમિકા છે.

આ કરાર મુજબ કાયદાપ્રધાન રાજીનામું આપશે અને બીજી તરફ 'તહેરીક-એ-લબૈક પાકિસ્તાન' પ્રધાન સામે કોઈ નવો ફતવો જારી નહીં કરશે. જો કે અત્રે નોંધવું રહ્યું કે કાયદાપ્રધાને પહેલાં જ રાજીનામું આપી દીધું છે.


શું છે મામલો?

Image copyright NA.GOV.PK

આ ધરણાં પ્રદર્શન ચૂંટણી સુધારા વિધેયક 2017માં સંશોધન વિરૂદ્ધ શરૂ થયા હતા જે પયગંબર મોહમ્મદની સર્વોચ્ચતા વિરૂદ્ધ હતા.

સરકારે તેને ' 'ક્લેરિકલ ભૂલ' જણાવી તેમાં સુધારો કરી દીધો છે.

પણ આ વિવાદીત પ્રકારનો સુધારો કોણે સૂચવ્યો હતો તે શોધવા માટે જે સંસદીય સિમિતિ રચવામાં આવી હતી તે તેનો રિપોર્ટ પણ રજૂ કરશે.

વળી કરાર મુજબ સુધારા લાવનાર પર કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે આવશે.

વધુમાં ધરણા અને પ્રદર્શનો દરમિયાન ધરપકડ કરવામાં આવેલા અથવા નજરકેદ કરાયેલા સમર્થકોનો ત્રણ દિવસની અંદર મુક્ત કરી દેવામાં આવશે.

એટલું જ નહીં પણ સમર્થકો સામે દમન માટે કોણ જવાબદાર છે, તે નક્કી કરવા તપાસ પંચ નિમવામાં આવશે. જેમાં 'તહેરીક-એ-લબૈક પાકિસ્તાન'ના સભ્યો પણ સામેલ કરાશે.


પ્રદર્શનકારીઓ પર દમન કરનારાઓ સામે કાર્યવાહી

Image copyright AFP/GETTY IMAGES

તપાસ પંચે 30 દિવસની અંદર તપાસ પૂરી કરવાની રહેશે અને તમામ જવાબદારોને સજા કરવામાં આવશે.

આ કરાર પાછળ આર્મીના વડા કમાર જાવેદ બાજવા અને તેમની એક વિશેષ ટીમની મુખ્ય ભૂમિકા રહી છે. તેમણે પાકિસ્તાનને એક મોટાં સંકટથી બચાવ્યું છે.

ધરણા હજી પણ યથાવત છે, પણ ટૂંક સમયમાં ધર્મગુરૂઓનું નેતૃત્વ પત્રકાર પરિષદ કરશે એવી શક્યતા છે.

એવી પણ શક્યતા છે કે પત્રકાર પરિષદમાં તે વિરોધ પ્રદર્શનના અંતની જાહેરાત કરશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો