'મોદીનું એક ભાષણ અને વિરોધીઓની ગેમ ઓવર'

એક રેલીમાં નરેન્દ્ર મોદી Image copyright Getty Images

ગુજરાતની આગામી વિધાનસભા ચૂંટણી માટે નરેન્દ્ર મોદીએ પ્રચાર શરૂ કરી દીધો છે.

વડાપ્રધાન મોદીએ આખા દિવસમાં એક બાદ એક એમ ચાર રેલીઓ ગજવી હતી.

મોદી ગુજરાતમાં આવવાની સાથે જ સોશિઅલ મીડિયા પર લોકોએ પ્રતિક્રિયાઓ આપવાની શરૂ કરી દીધી હતી.

દિવસ દરમિયાન સોશિઅલ મીડિયા પર વિવિધ ટ્રેન્ડ્ઝ જોવા મળ્યા હતા.

તમને આ પણ વાંચવું ગમશે

કચ્છમાં મોદીની પહેલી સભાને લઈને કેટલાક લોકોએ મોદીને આવકાર્યા હતા.

@neeraj94268 નામનાં ટ્વિટર હેન્ડલે મોદીને આવકારતા ટ્વીટ કર્યું કે આ મોદીફાઇડ ગુજરાત છે, અમે મોદીજીનું ગુજરાતમાં સ્વાગત કરીએ છીએ.

તો રોહિતાંગ મંગલે મોદીનાં ભાષણ અંગે ટ્વીટ કરતા કહ્યું કે એક ભાષણ અને વિરોધ પક્ષો ક્યાંય દેખાતા નથી. કોંગ્રેસ અને ભાજપની છબી બગાડનારાઓની ગેમ ઓવર

નિલેશ પટેલે ટ્વીટ કર્યું કે કેવું લાગે છે આજે? એવું લાગતું નથી કે આજે 170/182 સીટો ભાજપને મળશે.

ક્રિતિ ભગતે ટ્વીટ કર્યું કે ગુજરાતમાં પ્રચાર માટે નરેન્દ્ર મોદીની રેલી. કોઈ સ્પર્ધા નહીં, કોઈ હરીફાઈ નહીં, બધા લોકોનાં મોઢે એક જ શબ્દ છે કે ગુજરાત નરેન્દ્ર મોદી સાથે છે.

તો કેટલાક લોકોએ નરેન્દ્ર મોદીની ટીકા પણ કરી હતી. કચ્છની રેલીને લઈને લોકોએ મોદીની રેલીમાં ખાલી ખુરશીઓના ફોટા સાથે પણ ટ્વીટ કર્યાં હતા.

Guess what‏ નામનાં ટ્વિટર હેન્ડલથી કરાયેલાં ટ્વીટમાં કહેવાયું કે શા માટે મોદીની રેલીમાં વિલંબ થયો? કેમ કે ત્યાં વધારે લોકો ન હતાં. ઓકે... હવે કોણ બૂમો પાડી રહ્યું છે કે ગુજરાત મોદીની સાથે છે.

@Mufi1972Mufi નામનાં ટ્વિટર હેન્ડલ દ્વારા ટ્વીટ કરાયું કે સચ્ચાઈ એ છે કે ગુજરાત મોદીથી કંટાળી ગયું છે. લહેર બદલાઈ ગઈ છે. ચારેબાજુ રાહુલ ગાંધી છે.

ઇંદ્રજીતે ટ્વીટ કર્યુ કે હું આશા રાખું છું કે ગુજરાતના લોકો આ વખતે વડાપ્રધાન મોદીની ચાવાળાની ખોટી ઇમેજમાં નહીં ફસાય.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો