મેવાણી : ભાજપ સિવાય બધા મને ટેકો આપશે

જિગ્નેશ મેવાણીની તસવીર Image copyright Getty Images
ફોટો લાઈન જિગ્નેશ જે એક સમયે કોંગ્રેસ સાથે ચાલ્યો હતો તેના આ નિર્ણયથી દરેકને આશ્ચર્ય થયું છે

સોમવારે રાજ્ય વિધાનસભા ચૂંટણી માટે સ્વતંત્ર ઉમેદવાર તરીકે ગુજરાતના દલિત નેતા જિગ્નેશ મેવાણીએ બનાસકાંઠા જિલ્લામાં વડગામ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે.

જિગ્નેશ જે એક સમયે કોંગ્રેસ સાથે ચાલ્યો હતો તેના આ નિર્ણયથી દરેકને આશ્ચર્ય થયું છે. હાલમાં વડગામ બેઠક કોંગ્રેસ પાસે છે.

તમને આ પણ વાંચવું ગમશે

બીબીસી સંવાદદાતા મોહનલાલ શર્માએ જિગ્નેશ મેવાણી સાથે વાતચીત કરી હતી. શર્માએ મેવાણીને રાજકારણમાં પ્રવેશ બદલ અને કોંગ્રેસ સાથે ન ચાલવા સંબંધિત પ્રશ્નો પૂછયા હતા.


વાંચો જિગ્નેશે શું કહ્યું ...

Image copyright Getty Images
ફોટો લાઈન જિગ્નેશ કહે છે અમે મૂળભૂત રીતે આંદોલન કરનારા લોકો છીએ અને શેરીઓનું યુદ્ધ અમને ફાવે

ચૂંટણી લડવાના નિર્ણયમાં વિલંબ એટલે થયો, કારણ કે અમે થોડી મૂંઝવણમાં હતા. અમે મૂળભૂત રીતે આંદોલન કરનારા લોકો છીએ અને શેરીઓનું યુદ્ધ અમને શોભે.

ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીઓ માટે ઉમ્મેદવારી નોંધાવાનો છેલ્લો દિવસ હોય જનતા ઇચ્છતી હતી કે અમે આ ચૂંટણી લડીએ.

પાટીદાર સમુદાય અને ઠાકોર સમુદાયના લોકોનો સૂર હતો કે અલ્પેશ ઠાકોર ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ હાર્દિક પટેલ ચૂંટણી નથી લડી રહ્યા તો ગુજરાતની જનતા તમને વિધાનસભામાં જોવા માંગે છે.

અંતે અમે વડગામ બેઠક પરથી લડવાનું એટલે નક્કી કર્યું કારણ કે અહીં અમારી પાસે ઠાકોર, દલિત, મુસ્લિમ અને બીજી અન્ય જ્ઞાતિઓનું પણ સમર્થન છે.


શા માટે છેલ્લો દિવસ પસંદ કર્યો?

Image copyright Getty Images
ફોટો લાઈન લોકોને આઘાત ન આપીને સરકારને આઘાત આપવાનું મારું લક્ષ્ય હતું

લોકોને આઘાત ન આપીને સરકારને આઘાત આપવાનું મારું લક્ષ્ય હતું. અમે મૂળભૂત રીતે આંદોલનકારીઓ છીએ.

અમારી લડાઈ જે મુદ્દે ચાલી રહી છે તે મુદ્દાઓ લોકો સુધી પહોંચતા કરવા માટે વિધાનસભામાં પ્રવેશ કરવો જરૂરી છે.

રોજરોજ જનતાનું દબાણ વધી રહ્યું હતું કારણ કે લોકોના મુદ્દાઓ સરકાર સુધી નહોતા પહોંચતા.

22 વર્ષ સુધી જાહેર જનતાના મુદ્દાઓની વાત અને પ્રશ્નો ભાજપ સરકાર સુધી પહોંચતા ન હતા.


કૉંગ્રેસની બેઠક પસંદ કરવાનું કારણ?

Image copyright SANJEEV MATHUR
ફોટો લાઈન ગુજરાતમાં છેલ્લા 22 વર્ષથી ચાલી રહેલી ભાજપની સરમુખત્યારશાહી સરકાર અને અમારી વચ્ચે અનેક મુદ્દે સંઘર્ષ

જિગ્નેશ મેવાણી સંઘર્ષનો પ્રતીક છે. ગુજરાતમાં છેલ્લા 22 વર્ષથી ચાલી રહેલી ભાજપની સરમુખત્યારશાહી સરકાર અને અમારી વચ્ચે અનેક મુદ્દે સંઘર્ષ છે.

આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રીએ (અરવિંદ કેજરીવાલે) ટ્વીટ કરીને મને શુભેચ્છા પાઠવી છે.

તમને આ પણ વાંચવું ગમશે

આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી છે કે તે મારી સામે તેમનો ઉમ્મેદવાર ઊભો નહિ કરે. બહુજન સમાજ પાર્ટી પણ કદાચ તેમના ઉમેદવારને મારી સામે નહિ ઉતારે.

કોંગ્રેસ પણ મારી સામે તેમના ઉમ્મેદવાર ઊભો નહીં રાખે. ભાજપ સિવાય તમામ પક્ષો અમને સમર્થન આપશે અને જનતા અમારી મિત્ર છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો