પ્રેસ રિવ્યુ : બંને પક્ષે ઓબીસી-પાટીદારોને કેટલી ટિકિટ આપી?

હાર્દિક પટેલની તસવીર Image copyright Getty Images
ફોટો લાઈન 'ગુજરાતમાં પાટીદારોનું વર્ચસ્વ ધરાવતી લગભગ 50 બેઠકો છે'

'સંદેશ'ના અહેવાલ મુજબ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 52 અને કોંગ્રેસે 42 પાટીદાર ઉમેદવારોને ટિકિટ આપી છે.

ભાજપે કુલ 182માંથી તમામ બેઠકો માટે ઉમેદવારોને ટિકિટ જાહેર કરી દીધી છે. ગુજરાતમાં પાટીદારોનું વર્ચસ્વ ધરાવતી લગભગ 50 બેઠકો છે.

જેમાંથી 30 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ બન્ને પાસે પાટીદાર ઉમેદવારો છે.

અહેવાલ મુજબ, ભાજપે 150 પ્લસના ધ્યેયને હાંસલ કરવા કુલ ટિકિટોમાંથી એક તૃતીયાંશ ટિકિટ પાટીદાર ઉમેદવારોને ફાળવી છે.

તમને આ પણ વાંચવું ગમશે

અહેવાલમાં જણાવાયું છે કે, ગુજરાતમાં 'ઓબીસી' હેઠળ 146 જ્ઞાતિઓનો સમાવેશ થાય છે. આ સમુદાયોને આકર્ષવા ભાજપે 58 અને કોંગ્રેસે 62 'ઓબીસી' ઉમેદવારોને ટિકિટ આપી છે.


મોદી સાથે ડિનર લેશેવાન્કા ટ્રમ્પ

Image copyright Getty Images
ફોટો લાઈન ઇવાન્કા ટ્રમ્પ હાલ ભારતની મુલાકાતે છે

'એનડીટીવી'ના અહેવાલ મુજબ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રી ઇવાન્કા ટ્રમ્પ ભારતની મુલાકાતે છે. ગ્લોબલ આંત્રપ્રિન્યોરશીપ સમિટમાં ભાગ લેવા તેઓ હૈદરાબાદ આવ્યા છે.

તેઓ ડોનાલ્ડ ટ્રમ્પના સલાહકાર તરીકે પણ ફરજ બજાવી રહ્યા છે અને આ સંમેલનમાં અમેરિકન ઉદ્યોગસાહસિકોનું પ્રતિનિધિત્વ કરશે.

ઇવાન્કા સહિતના અન્ય કેટલાંક મહેમાનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે આજે ડિનર લેશે. આ વર્ષે સમિટની થીમ 'વુમન ફર્સ્ટ, પ્રોસ્પેરિટી ફૉર ઑલ' છે.


સરકારી હોસ્ટેલોમાં રાષ્ટ્રગાન ફરજિયાત

Image copyright Getty Images
ફોટો લાઈન 'રાજસ્થાનની સરકારી હોસ્ટેલમાં દરરોજ રાષ્ટ્રગાન ગાવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે'

'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ મુજબ, રાજસ્થાનના સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગે સરકારી હોસ્ટેલમાં દરરોજ રાષ્ટ્રગાન કરવું તેવો નિયમ લાગુ કર્યો છે.

રાજ્યભરમાં 800 સરકારી હોસ્ટેલ છે, જેના વિદ્યાર્થીઓને દરરોજ સવારે સાત વાગ્યે પ્રાર્થના સમયે રાષ્ટ્રગાન કરવું, તેમ જણાવવામાં આવ્યું છે.

વિભાગના ડિરેક્ટર સમિત શર્મા કહે છે કે, રાજ્યમાં આવેલી રેસિડેન્શિયલ સ્કૂલમાં રોજ રાષ્ટ્રગાન ગાવામાં આવે છે.

હવે સરકારી હોસ્ટેલોમાં પણ આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. જેનાથી વિદ્યાર્થીઓમાં દેશભક્તિની ભાવનાનો પ્રસાર થશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો