જવાહરલાલ નહેરુ અને સોમનાથ મંદિર વચ્ચે શું કનેક્શન છે?

જવાહરલાલ નહેરૂ અને ડૉ. રાજેન્દ્ર પ્રસાદ Image copyright Getty Images
ફોટો લાઈન નહેરૂએ રાજેન્દ્ર પ્રસાદને મંદિરના ઉદ્ઘાટનમાં જવાથી રોક્યા હતા

29 નવેમ્બરની બપોરે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતનાં સોમનાથ મંદિરે પહોંચ્યા અને હોબાળો મચી ગયો.

હોબાળો એ કે તેમનું નામ અન્ય કોંગ્રેસી નેતા અહેમદ પટેલ સાથે એ રજીસ્ટરમાં લખવામાં આવ્યું હતું કે જેમાં બિન-હિંદુઓનાં નામ હોય છે.

પરંતુ મોટો સવાલ તેના પહેલા શરૂ થઈ ગયો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વેબસાઇટના ટ્વિટર હેન્ડલ પર તેમના હવાલે લખવામાં આવ્યું, "જો સરદાર પટેલ ન હોત, તો સોમનાથમાં મંદિર બન્યું ન હોત."

તમને આ પણ વાંચવું ગમશે


મોદીનો રાહુલ પર હુમલો

Image copyright Twitter

"આજે કેટલાક લોકો સોમનાથને યાદ કરે છે. હું તેમને પૂછવા માંગુ છું કે તમે શું ઇતિહાસ ભૂલી ગયા છો?

"તમારા પરિવારના સભ્યો, આપણા પહેલા વડાપ્રધાન અહીં મંદિર બનાવવાના પક્ષમાં ન હતા."

આગળ લખવામાં આવ્યું છે, "જ્યારે ડૉ. રાજેન્દ્ર પ્રસાદે અહીં સોમનાથ મંદિરનું ઉદ્ઘાટન કરવા આવવાનું હતું, તો તેના પર પંડિત નહેરુએ નારાજગી દર્શાવી હતી."

"સરદાર પટેલે નર્મદાનું સ્વપ્ન જોયું હતું, પરંતુ તમારા પરિવારે તેમનું એ સ્વપ્ન પૂર્ણ ન થવા દીધું."


નહેરુનો શું છે સંબંધ?

Image copyright Twitter
Image copyright Twitter

ગુજરાતમાં ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે અને બન્ને પક્ષ આક્રમક મૂડમાં છે.

પરંતુ વડાપ્રધાન રાહુલ ગાંધીની સોમનાથ મુલાકાત પર કેમ આટલા ભડકી ગયા?

વડાપ્રધાન દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુનો ઉલ્લેખ કેમ કરી રહ્યા હતા? શું ખરેખર તેમની વાતોમાં દમ છે?

આ દરેક સવાલનો જવાબ શોધવા દેશની સ્વતંત્રતા અને ત્યારબાદના સમય પર એક નજર કરવી જરૂરી છે.

સ્વતંત્રતા પહેલા જૂનાગઢના નવાબે વર્ષ 1947માં પાકિસ્તાન સાથે જવાનો નિર્ણય કર્યો હતો.


સોમનાથ પર ગાંધી શું બોલ્યા?

Image copyright Getty Images
ફોટો લાઈન સોમનાથ મંદિરના પુનઃનિર્માણના નિર્ણયનું મહાત્મા ગાંધીએ સ્વાગત કર્યુ હતું

ભારતે તેમના આ નિર્ણયનો સ્વીકાર કરવાથી ઇનકાર કરી દીધો હતો. જૂનાગઢને ભારતમાં જ ભેળવી દીધું હતું.

ભારતના તત્કાલીન નાયબ વડાપ્રધાન સરદાર પટેલ 12 નવેમ્બર, 1947ના રોજ જૂનાગઢ પહોંચ્યા હતા.

તેમણે ભારતીય સેનાને આ ક્ષેત્રને સ્થિર બનાવવા નિર્દેશ આપ્યા હતા અને સાથે જ સોમનાથ મંદિરના પુનઃનિર્માણના આદેશ આપ્યા હતા.

સરદાર પટેલ, ક.મા. મુન્શી અને કોંગ્રેસના બીજા નેતા આ પ્રસ્તાવ સાથે મહાત્મા ગાંધી પાસે ગયા.

એવું જણાવવામાં આવે છે કે મહાત્મા ગાંધીએ આ નિર્ણયનું સ્વાગત કર્યુ હતું.

પરંતુ એ પણ સલાહ આપવામાં આવી કે નિર્માણનો ખર્ચ સરકારી ખજાનામાંથી કરવો નહીં.

પરંતુ મંદિર નિર્માણ માટે સામાન્ય જનતા પાસેથી દાનના રૂપમાં રકમ મેળવવી.


ગાંધી, પટેલ બાદ શું થયું?

Image copyright Getty Images
ફોટો લાઈન રાહુલ ગાંધીની સોમનાથ મંદિરની મુલાકાત બાદ PM મોદીની વેબસાઇટે ઇતિહાસની યાદ અપાવી

પરંતુ તેના થોડા સમય બાદ જ મહાત્મા ગાંધીની હત્યા કરી દેવાઈ હતી અને સરદાર પટેલનું પણ મૃત્યુ થઈ ગયું હતું.

મંદિરને દુરસ્ત કરવાની જવાબદારી ક.મા. મુન્શી પર આવી ગઈ. તેઓ નહેરુ સરકારમાં ખાદ્ય તેમજ આપૂર્તિ મંત્રી હતા.

વર્ષ 1950ના ઓક્ટોબર મહિનામાં સોમનાથ મંદિરના નિરુપયોગી ભાગને તોડી પાડવામાં આવ્યો.

ત્યાં હાજર મસ્જિદ જેવા માળખાને કેટલાક કિલોમીટર દૂર સરકાવવામાં આવ્યું હતું.

ક.મા. મુન્શીનાં નિમંત્રણ પર મે, 1951માં ભારતના પહેલા રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ સોમનાથ મંદિર પહોંચ્યા હતા.

ત્યાં તેમણે કહ્યું હતું, "સોમનાથ મંદિર એ વાતનો પરિચય કરાવે છે કે પુનઃનિર્માણની શક્તિ હંમેશા વિનાશની શક્તિ કરતા વધારે હોય છે."


નહેરુએ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને રોક્યા હતા?

Image copyright Getty Images
ફોટો લાઈન વર્ષ 1950ના ઓક્ટોબર મહિનામાં સોમનાથ મંદિરના નિરુપયોગી ભાગને તોડી પડાયો હતો

હવે એ વાત કે જ્યાં સોમનાથ મંદિરની વાત નહેરુ સાથે જોડાય છે.

નહેરુએ રાજેન્દ્ર પ્રસાદને ત્યાં ન જવાની સલાહ આપી હતી.

તેમનું માનવું હતું કે ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે અને રાષ્ટ્રપતિ જો કોઈ મંદિરના કાર્યક્રમમાં જશે તો ખોટા સંકેત જશે.

જો કે ડૉ. રાજેન્દ્ર પ્રસાદે તેમની સલાહ માની ન હતી.

નહેરુએ પોતાને સોમનાથ મંદિરના જીર્ણોદ્વાર અને પુનઃનિર્માણથી અલગ રાખ્યા હતા અને સૌરાષ્ટ્રના મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો.

તેમણે કહ્યું હતું કે સોમનાથ મંદિર પરિયોજના માટે સરકારી ફંડનો ઉપયોગ ન થવો જોઈએ.

લગભગ 70 વર્ષ પહેલા ઘટેલી આ ઘટના પર આજે રાજકીય હોબાળો મચી ગયો છે.

કેમ કે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરી રહેલા રાહુલ ગાંધી મંદિરોના દર્શન કરી રહ્યા છે અને સોમનાથ મંદિરે જવાનો તેમનો નિર્ણય ભાજપના ગળે નથી ઊતરી રહ્યો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ