સોશિઅલઃ જીડીપીના મામલે મોદી સરકાર વહેલી ઉજવણી કરી રહી છે?

નોટની તસવીર Image copyright Getty Images
ફોટો લાઈન બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપીનો વૃદ્ધિદર 6.3 ટકા નોંધવામાં આવ્યો છે

ભારતના બીજા ત્રિમાસિક ગાળાનો એટલે કે જુલાઇથી સપ્ટેમ્બરનો જીડીપી(ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ)નો દર જાહેર થયો છે.

આ ત્રણ મહિના દરમિયાન જીડીપીનો દર 6.3 ટકા રહ્યો હતો.

આ વર્ષના પહેલાં ત્રિમાસિક ગાળામાં આ દર 5.7 ટકાએ પહોંચ્યો હતો, જેની ઘણી ટીકાઓ પણ થઈ હતી.

આ વૃદ્ધિદરની જાહેરાત થતાં જ સોશિઅલ મીડિયા અભિપ્રાયો અને સમજૂતીઓથી ભરચક બન્યું હતું. ટ્વિટર પર કેટલાંક યુઝર્સે આ વૃદ્ધિદરની સરાહના કરી હતી.

તમને આ પણ વાંચવું ગમશે

પંકજ તિવારી નામના એક યુઝર કહે છે કે તેઓ વડાપ્રધાન મોદી કે તેમનાં રાજકારણથી પ્રભાવિત નથી પરંતુ દેશ વિકાસ કરી રહ્યો છે તે વાતનો તેમને આનંદ છે.

સચિન ગુપ્તા નામના એક યુઝરે નોટબંધીની ટીકા કરતા લોકોને ઉદ્દેશીને ટ્વીટ કર્યું હતું કે જીડીપીના વૃદ્ધિદરમાં વધારો નોંધાયો છે.

શિવમ શર્મા નામના એક યુઝરે ટ્વીટ કર્યું હતું કે પોતાની આર્થિક નીતિઓના નિયમન બદલ મોદીની માફી માગનારા લોકો ક્યાં છે?


વૃદ્ધિદર બાબતે વ્યક્ત કરી શંકા

માય ફેલો ઇન્ડિયન નામનાં એક હેન્ડલે જીડીપીના દરનું સવિસ્તર વિશ્લેષણ આપી કહ્યું હતું કે આ વૃદ્ધિદરને વિશે આનંદ પામવા જેવું કંઈ નથી.

અનિમેશ નામના એક યુઝરે ટ્વીટ કર્યું હતું કે નેતાઓ બહુ જલદી આ મુદ્દે ઉજવણી કરી રહ્યા છે.

શું ભાજપ વર્ષ 2004ના ઇન્ડિયા શાઇનિંગના માર્ગે છે? ખેડૂતોને હજુ પણ તેમની મહેનતનું ફળ નથી મળી રહ્યું.

કીર્થિ નામનાં એક યુઝરે ટ્વીટ કર્યું હતું કે ભક્તો શા માટે ઉજવણી કરી રહ્યા છે?

આ સરકારના કાર્યકાળમાં જીડીપી એટલો નીચે જતો રહ્યો હતો કે તેમાં થોડો સુધારો આવી રહ્યો છે, જેને આ લોકો સફળતા માની રહ્યા છે.


કેવી રીતે થાય છે ગણતરી?

Image copyright Getty Images

ભારતમાં જીડીપીની ગણતરી દર ત્રણ મહિને કરવામાં આવે છે. કૃષિ, ઉદ્યોગ અને સેવાના ક્ષેત્રને ધ્યાનમાં રાખી સર્વેક્ષણ કરવામાં આવે છે.

આ ક્ષેત્રોની વૃદ્ધિમાં આવેલા ફેરફારના આધારે જીડીપીનો દર નિશ્ચિત થાય છે.

ટૂંકમાં જીડીપીનો દર દેશની પ્રગતિ વિશે માહિતી આપે છે. જીડીપીનો દર વધ્યો હોય તો આર્થિક વિકાસ દર વધ્યો ગણાય.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો