જ્યારે ડાંગની 'પાવરી'ની ધૂન પર થિરકે છે લોકો!
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

જ્યારે ડાંગની 'પાવરી'ની ધૂન પર થિરકે છે લોકો!

બીબીસી ગુજરાતી પર તમને કેવી સ્ટોરી વાંચવી ગમશે.

આ સવાલ જ્યારે બીબીસીની ટીમે પૉપઅપ દરમિયાન ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પૂછયો ત્યારે બનાસકાંઠાથી લઈને ડાંગ સુધીના આઇડિયાઝ મળ્યા. એક વિદ્યાર્થીએ ટીમને ડાંગમાં જઈને જોડિયા પાવા વગાડતા એક કલાકાર પર સ્ટોરી કરવાનો આઇડિયા આપ્યો.

જોકે બીબીસી પૉપઅપની ટીમ જ્યારે ડાંગ પહોંચી ત્યારે આવા જોડિયા પાવા વગાડતો કોઈ કલાકાર તો ના મળ્યો. પરંતુ અમે એવા કલાકારોને મળ્યા જે ડાંગનું પારંપરિક વાદ્ય પાવરી વગાડે છે. આ પાવરી પૂજા દરમિયાન દર વર્ષે વગાડવામાં આવે છે. પાવરી કેવી રીતે વગાડી શકાય અને આ અંગે શું કહે છે વાદ્ય વગાડતા કલાકારો? જુઓ આ રિપોર્ટ. બીબીસી ગુજરાતી માટે તમારી પાસે કોઈ આઇડિયા હોય તો અમને લખી મોકલો.

વીડિયો રિપોર્ટ: વીનિત ખરે અને કાસિફ સિદ્દીકી

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો