ગુજરાત ચૂંટણી અને નરેન્દ્ર મોદી : લોકોએ આમ લીધી મજા

નરેન્દ્ર મોદી Image copyright Getty Images

ગુજરાતમાં હાલમાં ચૂંટણીનો માહોલ જામી ચૂક્યો છે. ભાજપ અને કોંગ્રેસ બન્ને માટે આ ચૂંટણી 'ખરાખરીનો જંગ' બની છે.

'દિલ્હી મેળવવા જતા ગુજરાત ગુમાવવું પડ્યું' એવું કહેવાની તક ભાજપ કોઈને આપવા માગતું નથી.

તો કોંગ્રેસ માટે બે દાયકા બાદ ગુજરાતમાં સત્તા મેળવવાની ઉજ્જવળ શક્યતાઓ સર્જાઇ છે.

જોકે, વિજયની આકાંક્ષાઓ અને પરાજયના ભય વચ્ચે સોશિઅલ મીડિયા પર લોકો રાજનેતાઓની વર્તણૂકો પર હાસ્યરસ મેળવી રહ્યા છે.

તમને આ પણ વાંચવું ગમશે

'હિસ્ટરી ઑફ ઇન્ડિયા' નામના ટ્વિટર એકાઉન્ટ પર મોદીની એક તસવીર પોસ્ટ કરવામાં આવી છે.

આ તસવીર સાથે ટ્વીટ કરાયું છે, 'યા અલ્લાહ ગુજરાત જીતા દે'

શાંઘાઈ કો-ઑપરેશન માટે કઝાખસ્તાન ગયેલા મોદીની આ તસવીર છે. જોકે, ટ્વીટરાટીઝ્ આ તસવીર શેર કરીને મજાક ઉડાવી રહ્યા છે.

અજય તાયડે નામના યુઝરે લખ્યું કે 'ગુજરાતમાં કોંગ્રેસ આવી રહી છે. જે ઉત્તર પ્રદેશમાંથી હાલમાં જ નીકળી છે.'

આપને આ વાંચવું ગમશે

ઝફર અલી નામના યુઝરે ઈવીએમ પર કટાક્ષ કરતા લખ્યું,

લલિત તુફચી નામના યુઝરે અમેઠીનાં પરિણામોને યાદ કરીને કોંગ્રેસને શરમમાં મૂકવા પ્રયાસ કર્યો છે.

પૂજા આશધીર નામની યુઝરે લખ્યું, 'કરમ...ઇબાદત... ઇદ મુબારક'

સુઝેન દત્તા નામની યુઝરે રાહુલ ગાંધીના સોમનાથ દર્શનને યાદ કરતા રાહુલની આવી તસવીર પોસ્ટ કરવાનું કહ્યું,

તો નેશનલિસ્ટ નામના યુઝરે મોદીનાં વખાણ કરતા કહ્યું કે,

અંકુર વર્મા નામના યુઝરે લખ્યું કે 'અલ્લાહ ચોક્કસથી મોદીને મદદ કરશે. આમિન'

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા