પ્રેસ રિવ્યુઃ રાજકોટમાં વગર મંજૂરીએ સભા યોજવા બદલ હાર્દિક સામે પોલીસ ફરિયાદ

હાર્દિક પટેલ Image copyright Getty Images

સંદેશમાં છપાયેલા અહેવાલ અનુસાર રાજકોટમાં વગર મંજૂરીએ સભા યોજવા અંગે પાસના નેતા હાર્દિક પટેલ સામે પોલીસ ફરિયાદ નોંધાતા તેમના પર ધરપકડનો ખતરો મંડરાઈ રહ્યો છે.

કોંગ્રેસના કાર્યકર તુષાર નંદાણીએ દિવાળી પછી સ્નેહમિલનની અરજી કરી હતી.

આ અરજીમાં હાર્દિક પટેલ સંબોધન કરશે તેવી જાણકારી અપાઈ હતી અને ત્યારબાદ સ્નેહમિલનના નામે મહાક્રાંતિ સભા યોજાઈ હતી.

રાજકોટના નાનામવા સર્કલ પાસે હાર્દિક પટેલની મહાક્રાંતિ સભામાં 14 હજારથી વધુ મેદની હાજર રહી હોવાનો આઈબીનો રિપોર્ટ હતો.

તમને આ વાંચવું પણ ગમશે:

મહાક્રાંતિના બેનર હેઠળ મંજૂરી વગર ગેરકાયદેસર રીતે મંડળી રચી સભા યોજીને રાજકોટ જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરાયો છે.


કળિયુગ દીકરીએ વેચી નાખી માને!

Image copyright Getty Images

દેહવેપાર માટે માએ દીકરીને વેચી દીધી હોય તેવું તો ઘણી વખત સાંભળવા મળ્યું છે. પણ શું કોઈ દીકરીએ માને વેચી હોય તેવું સાંભળ્યું છે?

દિવ્ય ભાસ્કરમાં છપાયેલા અહેવાલ અનુસાર મુંબઈના ડોંબિવલીમાં દેહવેપાર માટે એક દીકરીએ માને વેચી દીધી હતી.

આ સંબંધે પોલીસે 23 વર્ષની દીકરી હેમા કરોતિયાની ધરપકડ કરી છે.

ડોંબિવલી રેલવે સ્ટેશન નજીક એક હોટેલમાં થાણેની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્ક્વોડે નકલી ગ્રાહક મોકલી છટકું ગોઠવ્યું હતું, જેમાં હેમાની કરતૂત સામે આવી હતી.

હેમાનાં પીડિત માતા સહિત પોલીસે અન્ય બે મહિલાઓનો પણ છૂટકારો કર્યો છે.


ટ્રિપલ તલાક આપ્યા, તો થશે ત્રણ વર્ષની સજા?

Image copyright Getty Images

ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં છપાયેલા અહેવાલ અનુસાર શિયાળુ સત્રમાં સરકાર ટ્રિપલ તલાક વિરોધી બિલ રજૂ કરશે.

આ મુસદ્દામાં મુસ્લિમ મહિલાને તલાક-એ-બિદ્દત આપનાર પતિને મહત્તમ 3 વર્ષની જેલ અને દંડની સજાની જોગવાઈ કરાઈ છે.

આ કાયદો માત્ર ટ્રિપલ તલાક આપનારને જ લાગુ પડશે. આ ગુનાને બિનજામીનપાત્ર ગુનો ગણવા પણ જોગવાઈ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો