'જો વિકાસ થયો હોત તો પ્રચારની જરૂર ન હોત'

અરુણ જેટલીનો ફોટો Image copyright Getty Images

ચૂંટણીના માહોલ વચ્ચે નાણાપ્રધાન અરુણ જેટલીએ સુરતમાં ટીજીબી હોટલમાં પત્રકાર પરિષદ સંબોધી હતી.

જેમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતની ચર્ચા સમગ્ર વિશ્વમાં છે અને સૌથી વધુ અને સારો વિકાસ ગુજરાતમાં થયો છે.

ઉપરાંત તેમણે કહ્યું કે ગુજરાતના જેવો વિકાસ કરવાની ક્ષમતા આખા દેશમાં છે.

તે સિવાય દિલ્હીમાં ભ્રષ્ટાચારના મુદ્દા અને સરકારના કેટલાક અધિકારો અંગે વાત કરી હતી.

તમને આ પણ વાંચવું ગમશે

અમે દર્શકોને આ મામલે તેઓ શું માને છે એ અંગે પ્રતિક્રિયા આપવા જણાવ્યું હતું. તો લોકોએ આવી પ્રતિક્રિયા આપી.

ચિરાગ નામના યૂઝરે પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું કે તેઓને શું ખબર પડે વિકાસ કોને કહેવાય. વધુમાં તેમણે જણાવ્યું કે રોડ અને વીજળી મળે તેને વિકાસ ન કહેવાય.

મનિષ શાહ નામના યૂઝરે જણાવ્યું હતું કે ભાજપે સારું કાર્ય કર્યુ છે. પાણી, વીજળી અને રસ્તાની વ્યવસ્થા બીજા રાજ્યો કરતા સારી છે.

વિરલ નામના યૂઝરે જણાવ્યું કે વિકાસ થયો પણ બીજેપીના નેતાઓનો.

વિજય સોલંકી નામના યૂઝરે જણાવ્યું હતું કે જો ગુજરાતનો વિકાસ ના થયો હોત તો યુપી, બિહાર અને એમપી શું લેવા આવે છે.

જેને લાગે છે કે વિકાસ ના થયો હોય તે યુપી, બિહાર અને એમપી આંટો મારી લે...

રાજ નામના યૂઝરે જણાવ્યું કે ગુરુ ફેંકુ અને ચેલા મહા ફેંકુ.

હરેશ નામના યૂઝરે જણાવ્યું કે જે વિકાસ થયો છે તે ગુજરાતના લોકોએ કર્યો છે. કોઈ બીજેપીના રાજકારણીઓથી નથી થયો.

બ્લોચ રાજા નામના યૂઝરે જણાવ્યું કે જો સાચેમાં વિકાસ થયો હોત તો વિકાસનો પ્રચાર કરવાની જરૂરીયાત ન હોત.

રશ્મિ નામના યૂઝરે જણાવ્યું કે આપણાં જ પૈસાથી આપણો વિકાસ એમાં એમણે શું કર્યું.

હિરેન નામના યૂઝરે જણાવ્યું હતું કે મોદીજીની સાથે રહીને ફેંકા મારતા શીખી ગયા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો