નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધી? સોશિઅલ મીડિયા પર લોકોએ માગ્યો હિસાબ

રાહુલ ગાંધી Image copyright Getty Images

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આડે હવે આંગળીના વેઢે ગણી શકાય એટલા જ દિવસો બાકી છે.

ત્યારે સોશિઅલ મીડિયા પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો મુકાબલો શરૂ થઈ ગયો છે.

સોશિઅલ મીડિયા પર #हिसाब_मत_माँग_रो_दूँगा ટ્રેન્ડિંગમાં છે, જેમાં લોકો વડા પ્રધાન પર ટિપ્પણી કરી રહ્યાં છે.

તો વળતા પ્રહાર રૂપે કોંગ્રેસને હેશટૅગ સાથે લોકો 'મૂંઝવતા પ્રશ્નો' પૂછી રહ્યાં છે.

સંજયે વડા પ્રધાન અંગે લખ્યું, 'દેશમાં એટલું કાળું નાણું પરત આવી ગયું છે કે આરબીઆઈ ગણી નથી શકતી.'

ફરીદા પટેલે લખ્યું, 'મનમોહન સિંઘની સરકારના કાર્યોનું ઉદ્ધાટન એ નરેન્દ્ર મોદીની સૌથી મોટી સિદ્ધિ છે.'

રાહુલ ગાંધીએ પૂછેલા પ્રશ્નોને ટાંકીને રજનીકાન્ત તિવારીએ નરેન્દ્ર મોદી વિશે લખ્યું કે,

આપને આ પણ વાંચવું ગમશે :

પવન બથવાલે લખ્યું, 'મોદી સરકારમાં માત્ર અસત્ય જ છે.'

દુર્ગેશ સિંહના મતે, 'મોદી સરકારમાં ગરીબો રડી રહ્યા છે.'

રજત સરપંચે લખ્યું કે, 'નાટક ના કરો અને દેશ ચલાવો.'

ભાનુપ્રતાપ સિંહે આ હેશટૅગ સાથે કોંગ્રેસ પાસેથી 70 વર્ષનો હિસાબ માગ્યો.

રોય જોય નામના ટ્વિટર હેન્ડલ પરથી અમેઠીને લઈને રાહુલ ગાંધી પર ટિપ્પણી કરતા લખ્યું કે,

ભાજપના યુવા મોરચા સાથે સંકળાયેલા બિહારી રાજેશે લખ્યું, 'કોંગ્રેસને હિસાબ ટ્વિટર પર જ આપવામાં આવશે.'

દીપક પાંડેએ લખ્યું, 'કોંગ્રેસે 70 વર્ષમાં શું કર્યું? હર હર મોદી, ભાડમાં જાય વિરોધી'

ઇન્દરે કોંગ્રેસ પર ટિપ્પણી કરતા લખ્યું કે,

અભિષેક સિંહે કોંગ્રેસ પાસે હિસાબની લાંબી યાદી આપી પૂછ્યું,

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો