નરેન્દ્ર મોદીએ કહ્યું, 'કોંગ્રેસે ગુજરાતને બદનામ કર્યું'

ભાજપના કાર્યકરની તસવીર Image copyright Getty Images

ગુજરાતમાં હાલ ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ગુજરાતમાં રેલીઓ અને સભાઓ કરી રહ્યા છે.

બંને મુખ્ય પક્ષો એક બીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપનો મારો ચલાવી રહ્યા છે. ભાજપ તરફથી ખુદ વડાપ્રધાન ચૂંટણી મેદાનમાં છે.

હાલ મોદી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં રેલીઓ સંબોધી રહ્યા છે. ત્યારે આજે તેમણે ભાવનગરમાં રેલી સંબોધી હતી.

તેમાં તેમણે કોંગ્રેસ પર પ્રહારો કરતા કહ્યું કે કોંગ્રેસનો અસ્ત ગુજરાતથી થવાનો છે.


મોદીનાં ભાષણના મહત્ત્વના મુદ્દા

Image copyright Getty Images
  • કોંગ્રેસ પર પ્રહારો કરતા મોદીએ કહ્યું કે કોંગ્રેસે અંગ્રેજો પાસેથી ભાગલા પાડવાની નીતિ શીખી છે.
  • કોંગ્રેસે ગુજરાતને બદનામ કર્યું છે.
  • ગુજરાતે મને બે દાયકા સુધી સેવા કરવાનો મોકો આપ્યો છે.
  • આ બે દાયકામાં ગુજરાતને નીચું જોવું પડે એવું એક કામ નથી કર્યું.
  • વિકાસ પર વાત કરતા કહ્યું કે અમે ઘરોમાં 24 કલાક વીજળી આપી છે.
  • ગેસનું કનેક્શન લેવાના અહીં ફાંફા પડતા હતા. અધિકારીઓને કટકી કરાવ્યાં બાદ જ કનેક્શન મળતા હતાં. અમે આવીને મફતમાં કનેક્શન આપ્યાં.
  • કોંગ્રેસ મુક્ત ભારતને ફરી યાદ કરતા તેમણે કહ્યું કે ગુજરાતની ધરતી પર કોંગ્રેસ અસ્ત થશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો