અભિનેતા શશી કપૂરનું 79 વર્ષે અવસાન

શશી કપૂર
ફોટો લાઈન બીબીસી સ્ટુડિયોમાં શશી કપૂર

જાણીતા ફિલ્મ અભિનેતા, નિર્માતા અને દિગ્દર્શક શશી કપૂરનું અવસાન થયું છે. તેઓ 79 વર્ષના હતા. થોડા સમયથી તેઓ બિમાર હતા.

મુંબઈની કોકિલાબહેન હોસ્પિટલમાં સોમવારે સાંજે પાંચ વાગીને 20 મિનિટે તેમનું અવસાન થયું હતું.

તેમણે હિંદી અને અંગ્રેજી ફિલ્મોમાં કામ કર્યું હતું. જોકે, શશી કપૂર ફિલ્મ ઉદ્યોગમાં લાંબા સમય સુધી સક્રિય રહ્યા ન હતા.

પરંતુ જબ જબ ફૂલ ખિલે(1965), વક્ત (1964), અભિનેત્રી (1970), દીવાર (1975), ત્રિશૂલ (1978), હસીના માન જાયેગી (1968) જેવી ફિલ્મોને આજે પણ યાદ કરવામાં આવે છે.

નિર્માતા તરીકે શશી કપૂરે બોલવુડની કેટલીક શ્રેષ્ઠ ફિલ્મોનું નિર્માણ કર્યુ હતુ.

તેમાં ઝુનૂન (1978), કલિયુગ (1980), 36 ચૌરંગી લેન (1981), વિજેતા (1982), ઉત્સવ (1984) જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

કરણ જોહરે ટ્વીટ કરીને શશી કપૂરને શ્રદ્ધાંજલિ આપી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા