'શું મારી સભામાં લોકો પાકિસ્તાનથી આવ્યા'તા?'

હાર્દિક પટેલનો ફોટો Image copyright Getty Images

એબીપી ન્યૂઝ સાથે વાતચીતમાં હાર્દિક પટેલે કરતા જણાવ્યું હતું કે ગુજરાત ના લોકો સમજુ છે અને તેઓ નક્કી કરશે કે એમણે શું કરવું છે.

પટેલ સમુદાયમાં કરવામાં આવેલા સર્વે અનુસાર, હાર્દિકની લોકપ્રિયતા છેલ્લા ઓપિનિયન પોલ કરતા ઘટી છે.

તેવા સવાલ પર હાર્દિક પટેલે જવાબ આપ્યો કે 'તો કાલે આ ત્રણ લાખ લોકો કઈ રીતે આવ્યા હતા, પાકિસ્તાનથી લાવ્યા હતા.'

વધુમાં હાર્દિકે સામાન્ય લોકો વિશે વાત કરતા કહ્યું, "એમણે સારો નેતા પસંદ કરવો છે અને સારી સત્તા લાવવી છે, જે એમના નિર્ણય પર આધાર રાખે છે."

ગામડાંના લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળે છે, તેની સાથેસાથે તેઓમાં ભાજપ વિરુદ્ધ આક્રોશ જોવા મળે છે.

તમને આ વાંચવું પણ ગમશે:


તેલ ન નાખતાં સ્ટુડન્ટ્સનાં વાળ કાપ્યાં

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક

સંદેશના અહેવાલ પ્રમાણે, રાજકોટમાં રૈયા રોડ ઉપર આવેલી ન્યૂ એરા પ્રાઇમરી સ્કૂલમાં અભ્યાસ કરતા પાંચ છાત્રો તેલ નાખીને નહોતાં આવ્યાં. આથી સજારૂપે વાળ કાપી નાખતા વાલીઓમાં ઉગ્ર રોષની લાગણી ફેલાઈ છે.

એક અઠવાડિયા પહેલાં જ રાજસ્થાનથી શિક્ષકે સ્પોર્ટ્સના પ્રોકસી વર્ગ દરમિયાન વિદ્યાર્થીઓને સ્ટેજ પાસે બોલાવી વાળમાં કાતર ફેરવી હતી.

આ ઘટનામાં ત્રણ વિદ્યાર્થી અને બે વિદ્યાર્થિનીઓનાં વાળ કાપવામાં આવ્યાં હતાં.

સ્ટુડન્ટ્સે આ ઘટનાક્રમ ઘરે જણાવતાં વાલીઓ સ્કૂલમાં પહોંચી શાળા સંચાલકોને શિક્ષક વિરુદ્ધ ફરિયાદ કરી હતી.


કોહલી અને ટીમના વેતનમાં ગણો વધારો

Image copyright Getty Images

દિવ્ય ભાસ્કરના અહેવાલ અનુસાર, વિરાટ કોહલી અને ટીમના ખેલાડીઓના વેતનમાં બીસીસીઆઈ છ ગણો વધારો કરશે.

ભારતના ટોપ ખેલાડી હવે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડના ખેલાડીઓ જેટલી સેલેરી મળશે.

માહિતી પ્રમાણે, ગ્રેડ-એમાં આવતા ખેલાડીઓની વાર્ષિક સેલેરી બે કરોડ રૂપિયાથી વધીને 12 કરોડ રૂપિયા થઈ જશે.

ગ્રેડ-એમાં વિરાટ, કોહલી, એમ. એસ. ધોની, ચેતેશ્વર પૂજારા, આર. અશ્વિન, રવીન્દ્ર જાડેજા વગેરે ખેલાડીઓનો સમાવેશ થાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો