પ્રેસ રિવ્યૂ - હાર્દિક : કોંગ્રેસ સરકારમાં પરેશ ધાનાણી મુખ્યમંત્રી બનશે

હાર્દિક પટેલ અન્ય નેતાઓ સાથે Image copyright Getty Images
ફોટો લાઈન હાર્દિકના નિવેદનથી રાજકીય વાતાવરણમાં ગરમી આવી

દિવ્યભાસ્કર અખબારમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ,અમરેલીમાં હાર્દિક પટેલે પાટીદાર નેતા પરેશ ધાનાણીનું નામ મુખ્ય મંત્રીપદ માટે રજૂ કર્યું હતું.

પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલે અમરેલી ખાતેની તેમની સભા કહ્યું, "ખેડૂતપુત્ર એ મુખ્ય મંત્રીપદે બિરાજવું જોઈએ. અમરેલીના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી ધારાસભ્ય (એમએલએ)ના ઉમેદવાર નહિ પરંતુ મુખ્યમંત્રીના ઉમેદવાર છે."

તમને આ પણ વાંચવું ગમશે

જોકે, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ હાર્દિક પટેલના નિવેદન પર 'નો કૉમેન્ટ' કહીને કોઈપણ પ્રકારનો જવાબ આપવાનું ટાળ્યું હતું.


કપિલ સિબ્બલે કહ્યું કે બાબરી મસ્જિદ કેસમાં તેઓ સુન્ની વક્ફ બોર્ડ વતી નથી લડી રહ્યા

Image copyright PRAVEEN JAIN
ફોટો લાઈન કપિલ સિબ્બલે કહ્યું કે બાબરી મસ્જિદ કેસમાં તેઓ સુન્ની વક્ફ બોર્ડ વતી નથી લડી રહ્યા

ન્યૂઝ ચેનલ એનડીટીવીના અહેવાલ મુજબ, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત ચૂંટણી પ્રચાર-પ્રવાસ દરમ્યાન કોંગ્રેસી નેતા કપિલ સિબ્બલે સુન્ની મુસ્લિમ વક્ફ બોર્ડ વતી બાબરી મસ્જિદના ચાલી રહેલા કેસમાં વકીલ તરીકે હાજરી આપી હતી.

સિબ્બલે કહ્યું હતું કે તેઓ બાબરી મસ્જિદ કેસમાં સુન્ની વક્ફ બોર્ડ વતી વકીલ તરીકે ક્યારેય પણ હાજર રહ્યા ન હતા અને મોદીએ તથ્યો તપાસ્યા વગર તેમના પર આ આક્ષેપો કર્યા હતા.

સિબ્બલે ઉમેર્યું હતું કે દેશની સર્વોચ્ચ અદાલતે તેમને મોહમ્મદ હાસીમ નામના વ્યક્તિ વતી આ સંદર્ભે કેસ લડવા પરવાનગી આપેલી હતી, સુન્ની વક્ફ બોર્ડે નહીં.


ટાઇમ પર્સન ઑફ ધ ઇયર

Image copyright TIME

ટાઇમ મૅગેઝિને 'પર્સન ઑફ ધ યર'ની જાહેરાત કરી છે. જેમાં જાતીય શોષણ સામે અવાજ ઉઠાવનારી મહિલાઓ અને અને પુરુષોને સ્થાન આપવામાં આવ્યું છે.

કવરપેજ પર અલગઅલગ પૃષ્ઠભૂમિવાળી મહિલાઓની તસવીર મૂકવામાં આવી છે, જેમણે જાતીય સતામણી સામે અવાજ ઉઠાવ્યો હતો.

હૉલિવુડના નિર્માતા હાર્વી વાઇનસ્ટાઇન પર કેટલીક અભિનેત્રીઓએ જાતીય શોષણ કરવાના આરોપ મૂક્યા હતા. ત્યારે #MeToo દ્વારા મહિલાઓએ તેમની સતામણીને વાચા આપી હતી.

આ યાદીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બીજા ક્રમે રહ્યા હતા. ગત વર્ષે ડોનાલ્ડ ટ્રમ્પ 'પર્સન ઑફ ધ યર' બન્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો