દિલ્હી સરકારે જીવતા બાળકને મૃત જાહેર કરનાર મેક્સ હોસ્પિટલનું લાઇસન્સ રદ કર્યું

ફોટો Image copyright TWITTER/AAP

દિલ્હી સરકારે શાલીમાર બાગ મેક્સ હોસ્પિટલનું લાઇસન્સ શુક્રવારે રદ કર્યું છે.

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ''દિલ્હીમાં પ્રાઇવેટ હોસ્પિટલ કામ કરે તેમાં અમને કોઈ વાંધો નથી.

તમને આ વાંચવું પણ ગમશે:

પરંતુ આ કાર્ય નિયમ અને કાયદા પ્રમાણે થવું જોઈએ. મેક્સ હોસ્પિટલમાં જે થયું, તે અવગણી શકાય તેમ નથી.

આ હોસ્પિટલને ઈડબલ્યૂ કોટા, વધારે પડતા બેડ જેવી અનેક બાબતે નોટિસ જાહેર કરવામાં આવી છે.

ત્યાં પણ હોસ્પિટલની ભૂલ સાબિત થઈ છે. તેવામાં શાલીમાર બાગ સ્થિત મેક્સ હોસ્પિટલનું દિલ્હી સરકાર લાઇસન્સ રદ કરે છે.''

Image copyright ASHISH

સત્યેન્દ્ર જૈને આગળ જણાવ્યું કે. ''મેક્સ હોસ્પિટલને આદેશ આપવામાં આવ્યો છે કે સારવાર લેતા દર્દીઓને બીજી હોસ્પિટલમાં ખસેડે અથવા તેમની સારવાર પૂર્ણ કરે.

નવા દર્દીઓની તેઓ ભરતી નહીં કરી શકે અથવા ન તો તેમની સારવાર કરી શકે.''

મેક્સ હોસ્પિટલ પર દિલ્હી સરકારની આ કાર્યવાહી એવા સમયે થઈ રહી છે, જ્યારે થોડા દિવસો પહેલાં જ હોસ્પિટલે એક જીવતા બાળકને મૃત જણાવીને માતા-પિતાને પેકેટમાં લપેટીને આપ્યું હતું.

Image copyright MAX HEALTHCARE

આ મામલે એક નિવેદનમાં હોસ્પિટલે એનડીટીવીને જણાવ્યું કે, ''22 અઠવાડિયાના પ્રિમેચ્યોર બાળકને જ્યારે તેઓના પરિવારને સોંપવામાં આવ્યું હતું, ત્યારે તેના શરીરમાં કોઈ સંચાર જોવા મળ્યો ન હતો. અમે આ ઘટનાથી શોકમાં છીએ અને આ મામલે અમે તપાસ શરૂ કરી દીધી છે.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો