ભારતનો ઇતિહાસ જુઓ એક ગુજરાતી મહિલા ફોટોગ્રાફરની દૃષ્ટીએ...

દેશના પ્રથમ મહિલા ન્યૂઝ ફોટોગ્રાફર હોમાય વ્યારાવાલાની શનિવારે 104મી જન્મ જયંતી છે. ત્યારે ગુગલે તેમની પર ડૂડલ બનાવીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. હોમાયે દેશના ઇતિહાસની કેટલીક મહત્વપૂર્ણ, રસપ્રદ અને દુર્લભ તસવીરો કેદ કરી હતી.

ઇમેજ કૅપ્શન,

થર્ડ જૂન પ્લાન તરીકે ઓળખાયેલી આ સભામાં દેશના વિભાજનનો મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો. 1947માં યોજાયેલી આ મિટિંગમાં ગાંધીજી ખાન અબ્દુલ ગફારખાન તેમજ ડૉ. સુશીલા નાયર સાથે મિટિંગમાં આવી રહ્યા છે.

ઇમેજ કૅપ્શન,

આ તસવીર રાષ્ટ્રપતિ ભવનથી સંસદ સુધીની બગી યાત્રાની છે. લૉર્ડ માઉન્ટબેટનને 15મી ઓગષ્ટ 1947ના રોજ ગવર્નર જનરલના શપથ ગ્રહણ કર્યા બાદ આ તસવીર વિજય ચોકમાં લેવામાં આવી હતી.

ઇમેજ કૅપ્શન,

ગણતંત્ર દિવસની પહેલી પરેડ 26મી જાન્યુઆરી 1950ના રોજ યોજાઈ હતી. આજે જ્યાં નેશનલ સ્ટેડિયમ છે ત્યાં આ પરેડનું આયોજન થયું હતું. બેકગ્રાઉન્ડમાં 'પૂરાના કિલ્લા'ની તસવીર પણ જોવા મળી રહી છે. ડૉ. રાજેન્દ્ર પ્રસાદ કોઈ સુરક્ષાકર્મીઓ વગર સલામી ઝીલી હતી.

ઇમેજ કૅપ્શન,

રાજદૂતોના પત્નીઓ દ્વારા આયોજિત ફેશન શોમાં ક્વિન એલિઝાબેથ દ્વિતીય જોવા મળ્યાં હતાં. આ ફેશન શોનું આયોજન વર્ષ 1961માં દિલ્હી સ્થિત સેન્ટ્રલ કૉટેજ ઇન્ડસ્ટ્રીઝમાં થયું હતું.

ઇમેજ કૅપ્શન,

દિલ્હીની એક ઠંડી અને ધુમ્મસમય સવારે લેવાયેલી આ તસવીરમાં કર્નલ સાહની જાણે શિકારી કુતરાઓથી દોરવાઈ રહ્યા છે.

ઇમેજ કૅપ્શન,

આ તસવીર ટ્રેઇની પરિચારિકાઓની છે. આ તસવીર 1940ના દાયકામાં બૉમ્બેમાં લેવામાં આવી હતી.

ઇમેજ કૅપ્શન,

1930ના દાયકામાં આ તસવીર બૉમ્બેમાં લેવાઈ હતી. તસવીરમાં બૉમ્બેની જે. જે. સ્કૂલ ઑફ આર્ટ્સની વિદ્યાર્થિનીઓ જોવા મળી રહી છે.

ઇમેજ કૅપ્શન,

પંડિત જવાહરલાલ નહેરૂ ચેઈન સ્મોકર હતા. B.O.A.C.ની જેટ વિમાનની પહેલી વહેલી ફ્લાઇટમાં અમે બન્ને હતાં, જે દિલ્હીથી નંદાદેવી સુધીની 45 મિનિટની હતી. આ ઉડાન દરમિયાન તેમણે બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશ્નરના પત્ની મિસિસ સિમોનને સિગરેટ સળગાવી આપી હતી. બીજી જ ઉડાનમાં આ વિમાન તૂટી પડ્યું હતું.

ઇમેજ કૅપ્શન,

આ તસવીરમાં પંડિત જવાહરલાલ નહેરુ તેમના બહેન શ્રીમતી વિજ્યાલક્ષ્મી પંડિતને ભેટતા જોવા મળે છે. આ તસવીર નવી દિલ્હીના પાલમ એરપોર્ટ પર લેવાઈ હતી. શ્રીમતી વિજ્યાલક્ષ્મી પંડિત મૉસ્કોથી રાજદૂત તરીકેનો કાર્યકાળ પૂર્ણ કરી ભારત પરત ફર્યાં હતાં.

ઇમેજ કૅપ્શન,

આ તસવીરમાં હોમાય તેમનાં સ્પીડ ગ્રાફિક કૅમેરા સાથે જોવા મળે છે.

ઇમેજ કૅપ્શન,

1931માં લેવાયેલી આ તસવીરમાં હોમાય તેમના પતિ માણેકશા સાથે જોવા મળે છે.