'અગર ઉંગલી પે દાગ લગને સે અચ્છી સરકાર બનતી હે, તો દાગ અચ્છે હૈ'

મહિલાઓનો ફોટો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલાં તબક્કામાં મતદાન પાંચ વાગતાની સાથે જ પૂર્ણ થઈ ગયું છે.

ચૂંટણીના પહેલાં દિવસે સવારથી સાંજ સુધી લોકોએ વિવિધ પ્રતિક્રિયાઓ આપી હતી. જેમાં મત આપવાના અધિકારને લઈને લોકોમાં જાગૃતિની વાતચીત તેમજ આખરે ઓછા મતદાન સુધીની વાત પણ કરી હતી.

પ્રથમ તબક્કામાં સરેરાશ 68% મતદાન થયું. અનેક મતદાન મથકો પર લોકો ઉત્સાહભેર મતદાન કરવા આવ્યા હતા.બીજા તબક્કાની ચૂંટણી 14 ડિસેમ્બરે યોજાશે અને 18મી ડિસેમ્બરે પરિણામ જાહેર થશે.

તમને આ વાંચવું પણ ગમશે:

રજનીશ નામનાં યૂઝરે જણાવ્યું હતું કે આજે મત કરીને કાલનું સર્જન કરો. તમારા મત આપવાના અધિકારનો ઉપયોગ કરો.

નિતિન નામનાં યૂઝરે ફોટો પોસ્ટ કરી જણાવ્યું કે ''અગર ઉંગલી પે દાગ લગને સે અચ્છી સરકાર બનતી હે, તો દાગ અચ્છે હૈ''

અંકીત ગોર નામનાં યૂઝરે જણાવ્યું કે દાન નહીં, અધિકાર... ચૂંટણી નહીં, યલગાર... આંગળી નહીં... તલવાર.

એવીઆઇ નામનાં યૂઝરે જણાવ્યું હતું કે નોટબંધી, જીએસટી, સર્જિકલ સ્ટ્રાઈકથી દેશને કેટલો ફાયદો કે નુકસાન થયું તે ગુજરાતની ચૂંટણીમાં દેખાઈ જશે.

અઝાઝ નામનાં યૂઝરે જણાવ્યું હતું કે જે બીજેપી વિપક્ષમાં EVMનો વિરોધ કરતી હતી, આજે સત્તામાં આવતાં જ EVMનું સમર્થન કરી રહી છે.

કિરન જૈન નામનાં યૂઝરે જણાવ્યું હતું કે ગુજરાત લોકો ભારે માત્રામાં કોંગ્રેસ વિરોધી વોટ કરે, કમળ ખીલાવી દેશ અને ગુજરાતને વધારે ખુશખુશાલ બનાવો.

એડવિન નામનાં યૂઝરે જણાવ્યું હતું કે જો તમે કોંગ્રેસને મત આપવા ઈચ્છતા હોય તો, નોટા બટનનો ઉપયોગ કરો. બાકી બધાં જ મત બીજેપીને જશે.

અમિત નામનાં યૂઝરે જણાવ્યું કે ભાજપને વોટ આપો અને 2022 સુધીમાં નવા ભારતનુ સર્જન કરવા મદદ કરો.

ચિરાગ રામ નામનાં યૂઝરે જણાવ્યું કે 2012ની સરખામણીએ આજનાં દિવસના ઓછા મતદાનનો અર્થ એ થાય છે કે લોકો કોઈ પાર્ટીથી ખુશ નથી.

વિવેક નામનાં યૂઝરે જણાવ્યું કે તમે જ્યારે સરેરાશ 55 ટકા મતદાન જોવો છો ત્યારે ગમે ત્યાં-ગમે તે રીતે કંઈક આપણામાં ખોટું છે નહીં કે વિજેતા પાર્ટીમાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો