'ખેલાડીઓને વિરાટના લગ્નમાં જલ્દી પહોંચવું છે'

ધોનીનો ફોટો Image copyright Getty Images

ધર્મશાલા વન-ડેમાં એમએસ ધોનીની 65 રનની ઈનિંગ્સ અને કુલદીપ યાદવના આધારે ભારતીય ટીમ વન-ડેના સૌથી ઓછા સ્કોરને પાર કરવામાં સફળ રહી હતી અને કુલ 112 રન કર્યાં હતા.

શ્રીલંકા સામે ભારતની 29 રન પર સાત વિકેટ પડી હતી. ભારત તરફથી રોહિત શર્માએ બે, શ્રેયસ ઐય્યરે નવ અને મનીષ પાંડેએ બે રનનું યોગદાન આપ્યું હતું.

જ્યારે શિખર ધવન અને દિનેશ કાર્તિક એક પણ રન વગર પરત ફર્યા હતા. હાર્દિક પંડ્યાએ આ મેચમાં 10 રન ફટકાર્યા હતા.

તમને આ વાંચવું પણ ગમશે:

આ મેચમાં વિરાટ કોહલી નથી તેમજ તેની જગ્યાએ રોહિત શર્માએ સુકાનપદ સંભાળ્યું છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ 29 ઓક્ટોબર, 2000નાં રોજ ભારતીય ટીમ શ્રીલંકા સામે માત્ર 54 રનોમાં સમેટાઈ હતી. આ સમગ્ર ઘટનાને લઈને સોશિઅલ મીડિયામાં વિવિધ વાતો થઈ રહી છે.

મૌલિક ચૌહાણ નામનાં યૂઝરે જણાવ્યું હતું કે આ માત્ર એક ખરાબ દિવસ છે. હજું પણ ભારતને સપોર્ટ કરું છું.

ભરત ગાંધી નામનાં યૂઝરે જણાવ્યું હતું કે લોકો રિફન્ડની માંગણી કરી રહ્યાં છે કેમ કે તેઓએ વન-ડેની ટિકિટ ખરીદી હતી ન કે 20/20ની.

સૈયદ યુસુફ નામનાં યૂઝરે જણાવ્યું હતું કે બીજા કોને વિરાટ કોહલીની ખોટ સાલવે છે?

અંકુર ફાની નામનાં યૂઝરે જણાવ્યું હતું કે શ્રીલંકાએ આ મેચમાં ખૂબ જ સારી બોલિંગ કરી હતી.

Image copyright Prit Garala

અન ઇન્ડિયન નામનાં યૂઝરે જણાવ્યું કે વિરાટ કોહલીએ લગ્નમાં ખેલાડીઓને બોલાવ્યાં નહીં એટલે કોઈ પણ સારું ન રમ્યું.

નિતિશ નામનાં યૂઝરે જણાવ્યું કે મને લાગે છે કે ભારતને ચેન કુલી કી મેન કુલી વાળા બોલિવૂડના બેટની જરૂર છે.

ટેક્નિકલ ગુરુ નામનાં યૂઝરે જણાવ્યું હતું કે એવું લાગે છે કે ખેલાડીઓને ઈટલીમાં વિરાટના લગ્નમાં જલ્દી પહોંચવું છે.

અનસેર નામનાં યૂઝરે જણાવ્યું હતું કે આ વિરાટ વગરની ભારતીય ટીમ છે.

ગૌરવ નામનાં યૂઝરે જણાવ્યું કે વિરાટે વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી દ્વારા પહેલી વન-ડેમાં પહોંચવા પોતાના લગ્ન રદ કર્યા.

અભિ નામનાં યૂઝરે ફોટો પોસ્ટ કરી જણાવ્યું કે ઐસા પહેલી બાર હુઆ હૈ 17-18 સાલો મેં.

પાર્થ નામનાં યૂઝરે જણાવ્યું કે મને લાગે છે કે ભારતીય ટીમનાં વેતનમાં છ ગણો વધારો પણ પૂરતો લાગતો નથી.

પીકે નામનાં યૂઝરે જણાવ્યું હતું કે આ ભારતીય ટીમ નથી. યુગાન્ડાની ટીમે પ્લાસ્ટીક સર્જરી કરી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો