‘સાચી રીતે હેકિંગ કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં થયું છે’

રાહુલ ગાંધીનો ફોટો Image copyright Huw Evans picture agency

કોંગ્રેસ પાર્ટીના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની સત્તાવાર રીતે પાર્ટીના અધ્યક્ષ પદે નિમણૂક કરવામાં આવી છે.

હવે તે દેશના રાજકારણમાં વધુ સક્રિય ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા કોંગ્રેસ પક્ષ રાખે છે.

રાહુલ ગાંધી પ્રમુખ બન્યા બાદ તેમના માતા સોનિયા ગાંધી અધ્યક્ષ પદેથી રાજીનામું આપશે.

સોનિયા ગાંધી 1998થી કોંગ્રેસનાં અધ્યક્ષ પદે હતાં.

તમને આ પણ વાંચવું ગમશે:

ઘણા લાંબા સમયથી રાહુલ ગાંધી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ બનશે તેવી અટકળો હતી. પરંતુ પહેલાં તે પરાણે રાજકારણમાં આવ્યા હોય તેમ લાગતું હતું.

હાલ અધ્યક્ષ બનવાની સાથે સોશિઅલ મીડિયામાં કેટલાક લોકો તેમને શુભેચ્છા પાઠવી રહ્યાં છે, તો કેટલાક કટાક્ષ કરી રહ્યાં છે.

ધર્મેન્દ્ર નામનાં યૂઝરે રાહુલ ગાંધીને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે કોંગ્રેસ પરિવાર તમારા નેતૃત્વમાં નવી ઊંચાઈઓ હાંસલ કરી સફળતાનો નવો ઝંડો લહેરાવશે.

સાહિલ નામનાં યૂઝરે કટાક્ષ કરતા જણાવ્યું હતું કે રાહુલ ગાંધી અધ્યક્ષ બનવાથી, કોંગ્રેસ બ્લ્યૂ વ્હેલ ચેલેન્જના છેલ્લા સ્ટેજમાં પહોંચી ગઈ છે.

પવનકલ્યાણ નામનાં યૂઝરે રાહુલ ગાંધીને અભિનંદન આપતા જણાવ્યું હતું કે આપણને યુવા લોકોની રાજકારણમાં જરૂર છે.

પીડી નામનાં યૂઝરે જણાવ્યું કે સાચી રીતે હેકિંગ કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણીમાં થયું છે. બટન દબાવ્યું હોય કે ના દબાવ્યું હોય, જીત્યા તો રાહુલ ગાંધી જ.

રિતેષ નામનાં યૂઝરે કટાક્ષમાં ટ્વીટ કર્યું કે ભાજપના સ્ટાર પ્રચારક શ્રી રાહુલ ગાંધીજીના અધ્યક્ષ બનવાની હાર્દિક શુભેચ્છા.

ઉમાનંદન નામનાં યૂઝરે જણાવ્યું કે રાહુલ ગાંધી અધ્યક્ષ પદની રેસમાં આગળ રહી વિજય હાંસલ કરતા.

સિવિલ અભિયંતા નામનાં યૂઝરે જણાવ્યું કે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી પણ ભાજપના સ્ટાર પ્રચારકે જીતી.

રણબીર નામનાં યૂઝરે જણાવ્યું કે રાહુલ ગાંધી કોંગ્રેસના બિટકૉઇન છે.

અતુલ નામનાં યૂઝરે જણાવ્યું કે સોનિયા ગાંધીના અધ્યક્ષ રહેતા કોંગ્રેસ આકાશથી પાતાળ પર આવી ગઈ, હવે તેને ભૂગર્ભમાં પહોંચાડવાનું કાર્ય નવા અધ્યક્ષ રાહુલ ગાંધી કરશે.

મહાકાલ નામનાં યૂઝરે જણાવ્યું કે જ્યારે કંસનું રાજ હોય તો કૃષ્ણ પધારશે જ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો