સુપરસ્ટાર અને હવે રાજકારણી રજનીકાન્ત પરના સુપર જોક્સ!

ફોટો

દક્ષિણ ભારતના સુપરસ્ટાર રજનીકાન્ત સક્રિય રાજકારણમાં ઉતરવાની અને રાજકીય પક્ષ સ્થાપવાની જાહેરાત કરી છે.

રજનીકાન્તે તેમના ચાહકો સમક્ષ જાહેરાત કરી હતી કે તેમની પાર્ટી આગામી વિધાનસભા ચૂંટણીઓ લડશે.

રજનીકાન્ત તા. 26મી ડિસેમ્બરે પ્રશંકો સાથે મુલાકાત કરી હતી અને 31મી ડિસેમ્બરે આ જાહેરાત કરી હતી.

રજનીકાન્ત ફિલ્મોની સાથે સાથે સોશિયલ મીડિયામાં પણ પ્રખ્યાત છે.

તમને આ પણ વાંચવું ગમશે

તેમના ફેન્સ સતત તેમના વિશેના જોક્સ શેર કરતા રહે છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા રજનીકાન્તના આવા જ કેટલાક જોક્સનું કલેક્શન તમને મલકાવ્યા વગર નહીં છોડે.

અહીં નજર નાખો

 • રજનીકાન્તને ઘડિયાળની જરૂર નથી, કારણ કે સમય એ જ નક્કી કરે છે.
 • જ્યારે એલેક્ઝાન્ડરે ટેલિફોનની શોધ કરી ત્યારે એમની પાસે પહેલેથી જ રજનીકાન્તના ત્રણ મીસ કૉલ હતા.
 • રજનીકાન્ત રીસાઇકલબિન પણ ડિલીટ કરી શકે છે!
 • રજનીકાન્ત ક્રિકેટ રમતી વખતે ટકિલા શૉટ મારી શકે છે.
 • પુણેથી મુંબઈ ઇમેલ મોકલવામાં આવ્યો. રજનીકાંતે તેને લોનાવાલામાં જ રોકી લીધો.
 • રજનીકાંતે મેકડોનલ્ડમાં ઇડલી ઓર્ડર કરી અને એમને મળી પણ ગઈ.
 • રજનીકાન્ત મિસ કૉલ પણ રિસીવ કરી શકે છે.
 • રજનીકાન્ત ન્યૂટ્રલ ગિયરમાં બાઇક રેસ જીતી શકે છે.
 • રજનીનાં કેલેન્ડરમાં 1લી એપ્રીલ તારીખ નથી હોતી. જેથી તેમને કોઈ એપ્રિલફૂલ ના બનાવી શકે.
 • જ્યારે રજનીકાન્ત ઇમિગ્રેશન માટે ગયા તો અધિકારીઓએ તેમના પાસપોર્ટ કાઢીને રજનીને દેખાડ્યા.
 • રજનીકાંતે એક સવારે ઊઠીને કહ્યું કે તેમનું જ્ઞાન એ દુનિયા સાથે વહેંચવા માંગે છે અને એ પછી ગૂગલનો જન્મ થયો.
 • રજનીકાન્ત એમના ઘરમાં મેડમ તુસાદનું સ્ટૅચ્યૂ રાખે છે.
 • રજનીકાન્ત કૉપી કર્યા વગર જ પેસ્ટ કરી શકે છે.
 • જ્યારે રજનીકાન્ત ફેસબુકમાં લોગ ઇન કરે છે ત્યારે ફેસબુક તેનું સ્ટેટસ અપડેટ કરે છે.
 • રજનીકાન્ત ચાલતા નથી તે એક જ જગ્યાએ ઊભા રહે છે અને પૃથ્વીને તેમની મરજી મૂજબ ફેરવે છે.
 • રજનીકાન્તને એક્ટિંગમાં નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો છે.
 • રજનીકાન્તે ચીનમાં ઘોડાને લાત મારી તો તે બાદની પ્રજાતીઓ જીરાફ બનીને જન્મી!
 • ઉત્ક્રાંતિનો કોઈ સિદ્ધાંત નથી. એ જ પ્રાણીઓ દુનિયામાં જીવી રહ્યા છે જેમને રજનીએ પરવાનગી આપી છે.
 • રજનીકાન્ત 100 નંબર પર ફોન કરે તો એ જાણવા કરે કે બધુ બરાબર છે કે નહી!
 • રજનીકાન્ત દુનિયામાં એક માત્ર વ્યક્તિ છે જેની ગર્લફ્રેન્ડ તેની ભૂલ માની લે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો