અમને તમારી ચૂંટણીમાં ન ઘસડો : પાકિસ્તાન

ભારત પાકિસ્તાન Image copyright Getty Images

ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન નરેન્દ્ર મોદીના એ આરોપે ખળભળાટ મચાવ્યો છે કે જેમાં તેમણે ગુજરાતની ચૂંટણીમાં પાકિસ્તાનની દખલગીરી દેવાની વાત કરી હતી.

મોદીએ અહેમદ પટેલને પાકિસ્તાનના મુખ્યમંત્રી બનાવવા માટે કામ કરી રહ્યું હોવા જેવા આક્ષેપોથી લઈ, કોંગ્રેસ અને પાકિસ્તાનના પૂર્વ અધિકારીઓ મળેલા હોવાના આરોપ મૂક્યા હતા.

તમને આ પણ વાંચવું ગમશે:

હવે પાકિસ્તાન વિદેશ મંત્રાલયે આ મામલે પોતાનો પક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે ભારતે પોતાની ચૂંટણીમાં પાકિસ્તાનને ઘસડવું ન જોઈએ.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડૉ. મોહમ્મદ ફૈઝલે ટ્વીટ કર્યું છે, ''ભારતે પોતાની ચૂંટણીની વાતમાં પાકિસ્તાનને ઘસડવાનું બંધ કરી દેવું જોઈએ અને પૂર્ણ રીતે આધાર વગરની અને બિનજવાબદાર વ્યૂહરચના રચ્યાં વગર પોતાની તાકાત પર વિજય હાંસલ કરવો જોઈએ.''

Image copyright Twitter

આ મામલે ટ્વિટર પર ઘણાં લોકોએ પોતાની પ્રતિક્રિયા રજૂ કરી હતી.

એક યૂઝર કનને મોહમ્મદ ફૈઝલને પૂછતા લખ્યું કે,''તમારે આ બેઠકથી ઇન્કાર કરવો જોઈએ. પરંતુ તમે નથી કર્યો કેમ કે તે સાચું હતું. પાકિસ્તાનમાં કોઈ ચૂંટણી ભારતના નામ વગર થતી નથી.''

તેના જવાબમાં એક યૂઝર ચંદન મુખોપાધ્યાયે ટ્વીટ કર્યું કે, ''શું તમે પાકિસ્તાનને ભારત જેવું બનાવવા ઈચ્છો છો?''

આ જ યૂઝરે આગળ લખતા જણાવ્યું કે ભારતના પક્ષ અને વિરોધમાં થઈ રહેલી વાતચીતમાં ભારતના પ્રધાનમંત્રીએ ચૂંટણીના ફાયદા માટે તેમાં સામેલ થઈ જવું જોઈએ.

સૌરવ નામનાં યૂઝરે જણાવ્યું કે, ''તમારી સેનાના પૂર્વ ડાયરેક્ટર જનરલ અરશદ રફીકના અહેમદ પટેલને સમર્થન આપનારા નિવેદન પર તમે 10 દિવસથી શાંત શું કામ હતા.''

એક અન્ય યૂઝર દીપકે ટ્વીટ કરી કે, ''તમારી ટીમ 6 ડિસેમ્બર 2017નાં રોજ ઐયરના ઘરે શું કરી રહી હતી? તમારે સલાહ આપવાની જગ્યાએ તેનો જવાબ આપવો જોઈએ.''

દુબઈમાં રહેનારા મરુફ હુસૈને લખ્યું કે, ''પાકિસ્તાનમાં અમારા વિશે શું? અમે પોતે પણ આ જ કારણે ભારતને ઘણી વસ્તુઓમાં ઘસેટીએ છીએ. મને લાગે છે કે આવું બંને જગ્યાએ ચાલે છે તેથી ફરીયાદ ન કરો.''

નરેન્દ્ર મોદીએ રવિવારે બનાસકાંઠાના પાલનપુરની એક ચૂંટણીની રેલીમાં કહ્યું હતું કે પાકિસ્તાન ગુજરાત ચૂંટણીમાં કોંગ્રેસ સાથે મળીને હસ્તક્ષેપ કરી રહ્યું છે અને પાકિસ્તાનના એક પૂર્વ અધિકારી ઈચ્છે છે કે કોંગ્રેસ નેતા અહેમદ પટેલ ગુજરાતના આગામી મુખ્યમંત્રી બને.

મોદીએ જણાવ્યું હતું કે, ''મીડિયામાં એવી ખબરો હતી કે મણીશંકર ઐયરના ઘરે ગુપ્ત બેઠક કરવામાં આવી. જેમાં પાકિસ્તાનના ઉચ્ચ અધિકારી સાથે પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ મંત્રી, ભારતના ભૂતપૂર્વ ઉપ રાષ્ટ્રપતી અને ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ સામેલ થયા હતા.''

Image copyright Getty Images

મોદીએ એમ પણ કહ્યું હતું કે પાકિસ્તાની સેનાના પૂર્વ ડાયરેક્ટર જનરલ સરદાર અરશદ રફીક કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલને ગુજરાતના મુખ્યમંત્રી બનતા જોવા ઇચ્છે છે.

જ્યારે, કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ વડાપ્રધાન મોદીના આ દાવાને પાયા વગરનો જણાવ્યો હતો. સુરજેવાલાએ જણાવ્યું કે દેશના સર્વોચ્ચ પદ પર બેસીને મોદીજી પાયા વગરના આરોપો લગાવી રહ્યા છે.

તેના નિવેદનમાં કોઈ સચ્ચાઈ કે તથ્ય નથી. આવો વ્યવહાર વડાપ્રધાનને શોભતો નથી.

મોદીજી ચિંતિત, હતાશ અને ગુસ્સામાં છે. આવાં નિવેદનમાં કોઈ સચ્ચાઈ કે તથ્ય નથી અને તેનો આધાર ખોટો છે. આવો વ્યવહાર વડાપ્રધાનને શોભા આપતો નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ