વિરાટ અને અનુષ્કા હવે બન્યાં 'વિરુશ્કા'

Image copyright Twitter/@AnushkaSharma

લાંબી ચર્ચાઓના અંતે વિરાટ અને અનુષ્કાએ ઇટલીમાં લગ્ન કરી લીધા છે.

જેની માહિતી બંને સ્ટાર્સે સોશિઅલ મીડિયામાં આપી હતી.

સોશિઅલ મીડિયામાં વિરાટ કોહલીએ જણાવ્યું હતું,''આજે અમે બન્નેએ એકબીજાને હંમેશા પ્રેમમાં બંધાયેલાં રહેવાનું વચન આપ્યું. તમને આ વાત જણાવતાં અમને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે.''

તમને આ પણ વાંચવું ગમશે:

વધુમાં વિરાટે જણાવ્યું કે,''આ સુંદર દિવસ અમારા પરિવારો, ચાહકો અને શુભેચ્છકોના પ્રેમ અને સહકારથી વધુ વિશિષ્ટ બનશે. અમારી આ મુસાફરીનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો બનવા બદલ તમારો ખૂબ જ આભાર.''

આ સાથે જ સોશિઅલ મીડિયામાં લોકોએ લગ્ન વિશેના પોતાના પ્રતિભાવ આપવાના શરૂ કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ નવયુગલનાં લગ્નનાં કપડાં ફેશન ડિઝાઇનર સબ્યસાચી મુખર્જીએ તૈયાર કર્યાં હતાં.

પાયલ નામની યૂઝરે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનો ફોટો પોસ્ટ કર્યો હતો.

માહિમા નામની યૂઝરે ફોટો પોસ્ટ કરી જણાવ્યું હતું કે રીલ લાઇફથી રિઅલ લાઇફ.

માય નેમ ઈઝ નવીન નામનાં યૂઝરે પહેલાં અને હાલનો ફોટો દર્શાવતી એક પોસ્ટ કરી હતી.

અનમોલ નામનાં યૂઝરે આ જોડીને સ્વર્ગમાં બનાવેલી જણાવી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો