'મશરૂમ ખાવ અને મોદી બની જાવ'

નરેન્દ્ર મોદી Image copyright Getty Images

ગુજરાત વિધાનસભાની આ ચૂંટણી મુદ્દાઓને લઈને ખાસ બની રહી છે.

અત્યાર સુધીમાં ચૂંટણીમાં વિકાસ, બેરોજગારી, ઉદ્યોગપતિની સરકાર, મંદિર, જનોઈ, પાકિસ્તાન, હિંદુત્વ, ઔરંગઝેબ, સી-પ્લેન જેવા મુદ્દાઓ છવાયેલા રહ્યાં છે.

આ મુદ્દાઓમાં હવે વધુ એક નામ ઉમેરાયું છે, તાઇવાનના મશરૂમ.

તમને આ વાંચવું પણ ગમશે:

કોંગ્રેસમાં જોડાયેલા ઓબીસી એકતા મંચના સંયોજક અલ્પેશ ઠાકોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર શાબ્દિક પ્રહાર કરતા એક જાહેર સભામાં કહ્યું,

'મોદી પહેલાં મારા જેવા કાળા હતા. પણ તાઇવાનના મશરૂમ ખાવાના કારણે તેઓ ગોરા થઈ ગયા.'

Image copyright Getty Images

અલ્પેશના જણાવ્યા અનુસાર મોદી માટે તાઇવાનમાંથી ખાસ મશરૂમ મંગાવાય છે.

આ એક મશરૂમની કિંમત 80 હજાર રૂપિયા હોય છે.

અલ્પેશે ઉમેર્યું, 'મોદી રોજના પાંચ મશરૂમ ખાઈ જાય છે.

એટલે કે એક મહિનાના એક કરોડ 20 લાખ રૂપિયાનાં મશરૂમ તે ખોરાકમાં લે છે.'

અલ્પેશ ઠાકોરના આ નિવેદન બાદ સોશિઅલ મીડિયા પર લોકોએ મોટા પ્રમાણમાં પ્રતિભાવ રજૂ કર્યા.

@dropoutguy9 ટ્વિટર હેન્ડલ પરથી નરેન્દ્ર મોદીની બનાવટી તસવીર સાથે ટ્વીટ કરાયું કે

@webkoof_ હેન્ડલ પરથી ટ્વીટ કરાયું,

'વિજય ગોયલને મોદીની સુંદરતાનું રહસ્ય ખબર નથી.

સર, તમે પણ અજમાવો. ગોરા થઈ જશો.'

હૈદર અલી ખાને લખ્યું, 'મશરૂમ ખાવ, મોદી બની જાવ.'

ડૉ. અનિલ દેશમુખ નામના હેન્ડલ પરથી બે તસવીરો પોસ્ટ કરવામાં આવી.

તો @RpatelGm નામના ટ્વીટર હેન્ડલ પરથી તો આ મામલે નરેન્દ્ર મોદીનું રાજીનામું જ માગી લેવાયું.

જોકે, આ મામલે કેટલાય લોકો અલ્પેશ ઠાકોર પર સવાલ કરતા જોવા મળ્યા.

શોભિત મહેશ્વરી નામના ટ્વિટર યૂઝરે પૂછ્યું,

'મશરૂમની વાત મોદીજીએ તમને કહી?'

મનોહર નામના ટ્વિટર યૂઝરે મોદીના યુવાન દેખાવા પાછળ 1.25 કરોડની જનતાના આશિર્વાદ કારણભૂત ગણાવ્યા.

મોદીના સ્વાસ્થ્ય પાછળ તેમની આકરી મહેનત અને યોગ હોનાનું પણ મનોહરે જણાવ્યું.

દુનિયાના સૌથી મોંઘા મશરૂમ

અલ્પેશ ઠાકોરે જેવા મશરૂમની વાત કરી એવા મશરૂમ અંગે ઇન્ટરનેટ પર કોઈ જ પરિણામ મળતું નથી.

જોકે, દુનિયાના સૌથી મોંઘા મશરૂમ યુરોપમાં થાય છે.

યુરોપીયન વ્હાઇટ મશરૂમ એ વિશ્વના સૌથી મોંઘા મશરૂમ ગણાય છે.

ઇટાલીમાં થતા આ મશરૂમના એક કિલોની કિંમત 3 લાખ રૂપિયા કરતાં વધુ થાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો