ગુજરાત ચૂંટણીના પ્રચાર દરમિયાન થયેલા વિવાદો

મોદી સાથે માણસો Image copyright Getty Images

ગુજરાતમાં ચૂંટણી પ્રચાર થંભી ગયો છે. આ વખતનો ચૂંટણી પ્રચાર ગુજરાતની ચૂંટણીમાં અગાઉ ક્યારેય ન જોવા મળ્યો હોય તેવો રહ્યો.

આ વખતે કોંગ્રેસ તેના પ્રચારમાં આક્રમક રહ્યો, જ્યારે ભારતીય જનતા પક્ષે (ભાજપે) પણ તેના પ્રચારમાં આક્રમક્તા જાળવી રાખી.

પ્રચાર દરમિયાન થયેલા વિવાદો પર નજર નાખીએ.

તમને આ પણ વાંચવું ગમશે


Image copyright Getty Images
  • ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ એ પહેલાં જ વિવાદ થયો હતો. તારીખોની ઘોષણા પહેલાં મોદી સરકારે જીએસટીના દર ઘટાડ્યા હતા. જેની કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. ત્યારબાદ ચૂંટણી પંચે જીએસટીના મુદ્દાને પ્રચારમાં સમાવેશ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
  • ચૂંટણી પ્રચારના પ્રારંભથી જ વિકાસ ગાંડો થયો છે હેશટેગ સોશિઅલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યું હતું. કોંગ્રેસે આ ઝુંબેશ દ્વારા ચૂંટણી પહેલાં જ ભાજપ માટે મુશ્કેલી ઊભી કરી હતી. જેની સામે ભાજપે 'હું વિકાસ છું હું ગુજરાત છું' કૅમ્પેન ચલાવવું પડ્યું હતું.
Image copyright Getty Images
  • પ્રચાર દરમિયાન રાહુલ ગાંધી સોમનાથ મંદિરમાં દર્શન કરવા ગયા અને વિવાદમાં ફસાઈ ગયા. કથિત રીતે તેમણે બિનહિંદુ માટે રાખવામાં આવેલા રજીસ્ટરમાં નોંધણી કર્યાંની વાતે જોર પકડ્યું. જે બાદ કોંગ્રેસ બચાવની સ્થિતિમાં આવી ગઈ અને તેમણે રાહુલ ગાંધીનો જનોઈવાળો ફોટો બહાર પાડવો પડ્યો.
  • મણિશંકર ઐયરે વડાપ્રધાન મોદી માટે નીચ જેવો શબ્દ પ્રયોગ કર્યો. આ શબ્દને કારણે કોંગ્રેસે મણિશંકરને પાર્ટીમાંથી કાઢી મૂક્યા. જોકે, મોદી દરેક રેલીમાં તેમનાં આ નિવેદનનો ઉલ્લેખ કરી લોકોની સહાનુભૂતિ લેવાનું ના ભૂલ્યા.
Image copyright Getty Images
  • ચૂંટણી પ્રચારમાં ફિલ્મ પદ્માવતી પણ રાજકારણનો ભોગ બની. ફિલ્મમાં ઇતિહાસ સાથે ચેડાં કરવામાં આવ્યાં છે. એમ કહી ભાજપે આ ફિલ્મને ચૂંટણી દરમિયાન રિલીઝ ન કરવાની અપીલ કરી. તો કોંગ્રેસ પણ આ મુદ્દે સહમતી દર્શાવી હતી.
  • ગુજરાતમાં અહેમદ પટેલને મુખ્યમંત્રી બનાવવાની ચર્ચા પાકિસ્તાનમાં થાય છે એમ કહીને નરેન્દ્ર મોદી સરહદ પાર પણ સમાચારોમાં છવાઈ ગયા. મોદીએ આ માટે કોંગ્રેસ નેતાઓની મણીશંકર ઐયરના ઘરે થયેલી એક બેઠકનો ઉલ્લેખ કર્યો હતો. પ્રચાર દરમિયાન આપેલાં આ નિવેદન પર પાકિસ્તાને પણ પ્રતિક્રિયા આપવી પડી.
Image copyright Getty Images
  • પ્રચાર દરમિયાન જ રાહુલ ગાંધીનાં નામની ઘોષણા પાર્ટી અધ્યક્ષ તરીકે કરવામાં આવી. આ વિશે જ્યારે મણીશંકર ઐયરને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું ઔરંગઝેબના સમયથી રાજાનો પુત્ર જ રાજા બને એવી પરંપરા છે. તેમનાં આ નિવેદન પછી મોદીએ પ્રચારમાં કોંગ્રેસ પક્ષને મુઘલ શાસન સાથે સરખાવ્યો હતો.
  • પ્રચાર દરમિયાન પાટીદાર નેતા હાર્દિક પટેલની કથિક સેક્સ સીડીએ પણ ચર્ચા જગાવી હતી. સોશિઅલ મીડિયામાં આ સીડી ખૂબ વાઇરલ થઈ. હાર્દિકે આને ભાજપનું ષડયંત્ર ગણાવ્યું હતું તો ભાજપે આ મામલે પોતાની ભૂમિકા ન હોવાનું કહ્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો