પ્રેસ રિવ્યૂ: રાત્રે નવ વાગ્યા બાદ એટીએમમાં રોકડ નહીં ભરાય

એટીએમમાંથી નીકળતા નાણાની તસવીર Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતિકાત્મક તસવીર

'ફર્સ્ટપોસ્ટ'ના એક અહેવાલ પ્રમાણે સરકારે એટીએમમાં બેંકો દ્વારા ભરવામાં આવતાં નાણાની સમયમર્યાદા નક્કી કરી છે.

જેમાં શહેરી વિસ્તારોમાં રાત્રીના 9 વાગ્યા બાદ જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં સાંજે 6 વાગ્યા બાદ નાણા નહીં ભરવાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.

તદુપરાંત નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં આ સમય મર્યાદા સાંજના 4 વાગ્યા સુધીની છે.

જાન્યુઆરીથી લાઇસન્સ ધરાવતી ખાનગી સુરક્ષા એજન્સીઓને માર્ગદર્શિકા પાઠવવા માટે કાયદા મંત્રાલયને દરખાસ્ત મોકલવામાં આવી છે.

આ એજસીઓ 'કરન્સી ચેસ્ટ' અને બેંકની શાખાઓ વચ્ચે નાણા લાવાવા લઈ જવાનું કાર્ય કરતી હોય છે.

એટીએમ સંબંધિત છેતરપિંડી અને લૂંટના વધતા બનાવોને ધ્યાને લઈને ગૃહ મંત્રાલયે આ પગલાં લીધાં છે.


નવા સૌરમંડળની શોધ

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતિકાત્મક તસવીર

'ટાઈમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર એક નવા સૌરમંડળની શોધ થઈ છે. જેમાં આપણાં સૌરમંડળ જેટલા જ ગ્રહો છે.

અમેરિકાની 'સ્પેસ' એજન્સીના જણાવ્યા અનુસાર નાસાના 'કેપ્લર સ્પેસ ટેલિસ્કોપ્' અને 'આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઈ)'ની મદદથી આ શોધ કરવામાં આવી છે.

નાસાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "આપણાં વર્તમાન સૌરમંડળની વિશેષતા એ છે કે એક સૂર્યની આસપાસ સૌથી વધુ ગ્રહ પરિભ્રમણ છે. આ નવા સૌરમંડળમાં પણ આટલા જ ગ્રહો છે."

જોકે, નવા શોધાયેલા એકપણ ગ્રહ પર માનવજીનવ શક્ય નથી.

તમને આ પણ વાંચવું ગમશે

આ નવું શોધાયેલું આઠ ગ્રહો ધરાવતું સૌરમંડળ કેપ્લર-90 નામના સ્ટારની આસપાસ ભ્રમણ કરે છે.

તે 2545 પ્રકાશવર્ષનાં અંતરેથી ભ્રમણ કરે છે. તેની સપાટી ખૂબ જ ગરમ છે.


ભારતની જેલ કેદીઓથી ખદબદે છે

Image copyright Getty Images

'એનડીટીવી'માં પ્રકાશિત અહેવાલ પ્રમાણે લંડનની કોર્ટમાં વિજય માલ્યાના વકીલે ભારતની જેલ કેદીઓથી ખદબદતી અને અસ્વચ્છ હોવાની દલીલ કરી હતી.

માલ્યા હાલ લંડનમાં પ્રત્યાપર્ણ કેસની સુનાવણીનો સામનો કરી રહ્યા છે.

માલ્યાના પ્રત્યાર્પણ બાદ મુંબઈની આર્થર રોડ સેન્ટ્રલ જેલમાં રહેશે તેવી પ્રસ્તુત બાબત પર વિજય માલ્યાના વકીલે આ દલીલ કરી હતી.

વિજય માલ્યાના વકીલ ક્લેર મોન્ટોમેરીએ જેલની બેરેક નંબંર 12ની સ્થિતિ ખરાબ હોવાનું કહી ત્યાંની બેરેક્સ ધારાધોરણો વગરની હોવાનું કહ્યું હતું.

અત્રે નોંધવું રહ્યું કે ભારતની બેંકોના 9000 કરોડ રૂપિયાની લોન નહીં ચૂકવવા બદલ વિજય માલ્યા સામે ભારતમાં પણ કેસ ચાલી રહ્યો છે.

પણ તે લંડન જતા રહ્યા હોવાથી વેસ્ટમિનિસ્ટર કોર્ટમાં તેમની સામે પ્રત્યાર્પણનો કેસ ચાલી રહ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો